GODHARAGUJARATPANCHMAHAL

ગોધરાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૨૫ મે,૨૦૨૫ ના રોજ “યોગ શિબિર”- કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે યોગ શિબિર યોજાશે

 

પંચમહાલ,

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન તેમજ આગામી તા.૨૧ મી જૂન,૨૦૨૫ ના રોજ ઉજવવામાં આવનાર ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટ ડાઉન *”યોગ શિબિર”- કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમનું* તા.૨૫/૦૫/૨૦૨૫ રવિવારના રોજ સવારના ૦૫-૩૦ કલાકથી સવારના ૦૭-૩૦ કલાક દરમિયાન ગોધરામાં સાયન્સ કોલેજની બાજુમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં જોડાવા માટે આપેલ લિંક દ્વારા ગુગલ ફોર્મ ભરીને https://forms.gle/Vx78zmfr9jkb6DY48 રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ યોગ શિબિરમાં જિલ્લાના તમામ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગસાધકો તથા નાગરિકોને જોડાવા અપીલ કરવામાં આવી છે.

 

Back to top button
error: Content is protected !!