સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટીચર સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો
જિલ્લામાં જુદાજુદા ૩૦ જેટલા સ્થળોએ 'યોગ સંવાદ' દ્વારા જનજાગૃતિ ફેલાવાશે

તા.17/07/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લામાં જુદાજુદા ૩૦ જેટલા સ્થળોએ ‘યોગ સંવાદ’ દ્વારા જનજાગૃતિ ફેલાવાશે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના સક્ષમ માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપ વધારવાના ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે આ જ કડી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં યોગ ટીચર તાલીમના તાલીમાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંશજિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી મોનિકાબેન ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહી તાલીમાર્થીઓને યોગ ટીચરના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ નવનિયુક્ત યોગ શિક્ષકો હવે આગામી સમયમાં સમાજના ખૂણે-ખૂણે જઈને સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવા માટે સજ્જ બન્યા છે આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લામાં યોગના પ્રચાર-પ્રસારને વધુ વ્યાપક અને લોકાભિમુખ બનાવવા માટે એક વિશેષ રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો હતો જિલ્લામાં યોગનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચે તે હેતુથી કુલ ૩૦ જેટલા જુદા-જુદા મહત્વના સ્થળો પર ‘યોગ સંવાદ’ કાર્યક્રમ યોજવાનું સુઆયોજિત આયોજન કરવામાં આવ્યું છે આ નિર્ધારિત સ્થળો પર યોજાનારા સંવાદો દ્વારા સામાન્ય નાગરિકોને યોગની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, દૈનિક જીવનમાં તેનું મહત્વ અને તેનાથી થતા શારીરિક- માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત અને સરળ માહિતી આપીને સીધા યોગ સાથે જોડવામાં આવશે આ કાર્યક્રમ અંતર્ગત વર્તમાન સમયની સૌથી મોટી શારીરિક સમસ્યા એવી સ્થૂળતાને નાથવા માટે બોર્ડ દ્વારા ‘મેદસ્વિતામુક્ત અભિયાન’ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે આ વિશેષ અભિયાન અંતર્ગત નવનિયુક્ત યોગ શિક્ષકો જિલ્લાના નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવશે મેદસ્વિતાથી મુક્તિ મેળવવા માટે કયા ચોક્કસ આસનો, પ્રાણાયામ અને આહાર શૈલી અપનાવવી જોઈએ તેનું સચોટ અને પ્રાયોગિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.




