GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ તળેટી પાસે આવેલા વડા તળાવમાં ડૂબી જતા બોડેલી તાલુકાના કાટકુવા ગામના યુવકનું મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૭.૨૦૨૫

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢની તળેટી ખાતે આવેલ વડા તળાવમાં વડોદરા જિલ્લાના બોડેલી તાલુકાનો એક યુવક ડૂબી જતાં તેની શોધખોળ હાલોલ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જોકે તેને બચાવા ઉતરેલ તેનો મિત્ર પાણીની વચ્ચે ટેકરી પર ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે. જયારે અન્ય એક નું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.જાણવા મળેલી માહિતી અનુસાર બોડેલી તાલુકાના કાટકુવા ગામના ચાર યુવાન મિત્રો મંગળવારના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન એ આવ્યા હતા. જેવો પાવાગઢ માતાજીના દર્શન કરી પરત જતા વડા તળાવ ખાતે ફરવા ગયા હતા. જ્યાં વિપુલભાઈ રાઠવા ઉ. વ.૨૦, વડા તળાવ પાણીમાં ઊતર્યો હતો. તે પાણીમાં તણાઈ જતા તેની સાથેના યુવાન મિત્રો પૈકી તેનો એક મિત્ર જીગ્નેશભાઈ રાઠવા તેને બચાવવા માટે પાણીમાં ઊતર્યો હતો. જો કે તે પણ મિત્ર ને બચાવવાને બદલે તે પણ એક તબક્કે પાણીમાં ડુબવા લાગ્યો હતો. મહામુસીબતે આ યુવક તળાવમાં પાણીની વચ્ચે આવેલી ટેકરી પર સહી સલામત પહોંચી ગયો હતો.જ્યારે આ બનાવવાની જાણ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ ને કરાતા ફાયર બ્રિગેડ ની ટીમ લાવ લશ્કર લઈ તાબડ તોબ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ડૂબેલા યુવક ની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે તળાવ ના પાણીની વચ્ચે આવેલી ટેકરી પર ફસાયેલા યુવકને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે ફાયર બ્રિગેડ દ્વારા વધુ એક બોટ પાણીમાં ઉતારી ડૂબેલા યુવકની શોધ ખોળ હાથ ધરતા ત્રણ થી ચાર કલાકની ભારે જહેમતબાદ ડૂબી ગયેલા વિપુલ નો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ ની જાણ પાવાગઢ પોલીસ ને થતા ઘટના સ્થળ પર પોહચી પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી મૃતદેહને હાલોલ રેફરલ ખાતે પીએમ અર્થે મોકલી આપ્યો હતો.બનાવની જાણ મિત્રોના પરિવારજનોને થતા તેઓ વડતાલવ તેમજ હાલોલ ખાતે દોડી આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!