GUJARATSURENDRANAGARTHANGADH

થાનમાં ક્ષત્રિય સમાજના યુવકોએ પરસોતમ રૂપાલાના વાણીવિલાસ સામે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી

પૂતળા દહન સમયે ક્ષત્રિય સમાજના 5 થી વધુ યુવકોની પોલીસે કરી અટકાયત

તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પૂતળા દહન સમયે ક્ષત્રિય સમાજના 5 થી વધુ યુવકોની પોલીસે કરી અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લામાં પરસોતમ રૂપાલાનો વિરોધ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને તેને ટિકિટ કરવામાં આવે તેવી માંગણી ઊભી થઈ રહી છે ત્યારે ભાજપ પક્ષ હજુ સુધી કોઈ નિર્ણય કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજના રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પુરુષોત્તમ રૂપાલાનું પૂતળું દહન કરવામાં આવ્યું છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તાત્કાલિક અને તેને ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ઉલ્લેખનીય એ છે કે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવકો હાજર રહ્યા છે અને પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે રાજકોટ લોકસભાની બેઠક ઉપરથી પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજના યુવકોની માંગ છે પરસોતમ રૂપાલાના વાણી વિલાસ સામે ક્ષત્રિય સમાજમાં ચરમસીમાંએ રોષ ભભૂક્યો છે આગામી દિવસોમાં પરસોતમ રૂપાલા ની ટિકિટ પરત ખેંચવામાં નહીં આવે તો આગેવાનો નક્કી કરશે તે કાર્યક્રમો કરવા અંગેનો યુવકોએ કર્યો હુંકાર કર્યો છે ત્યારે પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના યુવકનોની અટકાયત કરવામાં આવેલ છે.જોકે આ મુદ્દે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા ચૂંટણી વિસ્તારની ચીમકી આપવામાં આવી છે તો પરસોતમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના ક્ષત્રિય સમાજના યુવકો મતદાનથી દૂર રહે છે તેવી ચીમકી આપવામાં આવી છે જેને લઈને હાલની પરિસ્થિતિ મુજબ પોલીસ દ્વારા પાંચ જેટલા યુવકોની નજર કેદ કર્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે અને આ સંદર્ભે કાલની પરિસ્થિતિ મુજબ ક્ષત્રિય સમાજના યુવકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!