BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ પોલીસ ગ્રાઉન્ડમાં ખાખી માટે યુવાઓની દોડ:પોલીસ ભરતીના ઉમેદવારોની શારીરિક કસોટીનો પ્રારંભ, પ્રથમ દિવસે 250થી વધુ ઉમેદવારો ભરતીમાં આવ્યા

સમીર પટેલ, ભરૂચ

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગની ખાલી પડેલી 12 હજાર જેટલી જગ્યાઓ ભરવાના ભાગરૂપે ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની શારીરિક કસોટી આજ રોજ વહેલી સવારથી જ અધિકારીઓની હાજરીમાં નિયમો મુજબ શરૂ કરાઈ છે. જેમાં આજ રોજ અંદાજીત 250 ઉમેદવારો ભાગ લીધો છે.
ગુજરાત પોલીસ વિભાગની ખાલી પડેલી જગ્યાઓ માટે રાજ્યનાં અલગ અલગ 15 ગ્રાઉન્ડ પર પોલીસ ભરતીની શારીરિક કસોટી 8 મી જાન્યુઆરીથી 31 મી જાન્યુઆરી સુધી યોજાનાર છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીનું ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાની અધ્યક્ષતામાં આયોજન કરાયું હતું. જેમાં આજ રોજ પ્રથમ દિવસે 700 ઉમેદવારો હાજર રહેવાના હોય માત્ર 250 જેટલા ઉમેદવારો જ હાજર રહ્યા હતાં.
સવારે 7 વાગે શરૂ થયેલી શારીરિક કસોટીની પ્રક્રિયામાં પહેલા ઉમેદવારોનું રજિસ્ટ્રેશન કરાયા બાદ પ્રથમ તેમને 25 મિનિટમાં 13 રાઉન્ડ લગાવીને 5 હજાર મીટરની દોડ પૂર્ણ કરવાની હતી. ત્યાર બાદ જે લોકો તે રનિંગ તેમના સમયમાં પૂર્ણ કરતાં હોય તેમને વજન, ઊંચાઈ અને છાતીનું માપ લેવામાં આવ્યું હતું.જ્યારે અન્ય ફેલ થયેલા ઉમેવારોને પરત મોકલવામાં આવ્યા હતાં.અહીંયા કોઈ ઉમેદવારને શારીરિક કોઈ પણ તકલીફ પડે તે માટે મેડિકલ ટીમ સાથે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!