AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં ઝરી ગામે KTM બાઈક આપવાને બહાને યુવક સાથે 16 હજારની છેતરપિંડી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ઝરી ગામના યુવકને KTM બાઈક આપવાની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ ઠગ દ્વારા ઓનલાઇન 16 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લઈ,યુવક સાથે સાયબર ફ્રોડ કર્યો હતો.ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઝરી ગામ ખાતે રહેતા ગણેશ દતુભાઈ પવાર (ઉ. વ.19) પોતાના મોબાઈલમાં ફેસબુક પર રીલ્સ જોતો હતો. તે વખતે તેના મોબાઇલના ફેસબુક ઉપર જોતા એક KTM બાઈકનો ફોટો મુકેલ હતો, જેના નીચે KTM RC 200 2019 model urgent sale home delivery જેની કિંમત રૂપિયા 28 હજાર લખેલ હતી.જેથી યુવકે તેમાં આપેલ મોબાઈલ નંબર પર વોટ્સએપ પરથી મેસેજ કર્યો હતો.જે બાદ તે નંબર પરથી વોટ્સએપથી ફોન આવ્યો હતો.અને અજાણ્યા વ્યક્તિએ ફોન પર કહ્યું હતુ કે,તમો આ ગાડી લેવાના છો કે નહી.જેથી યુવકે ગાડી લેવાની હા પાડતા તેઓએ  ગાડીના કાગળો કરવા માટે રૂ.1,000/- નાખવા માટે જણાવેલા હતા, જે બાદ યુવકે  ફોન-પે એપ્લીકેશન દ્વારા રૂ. 1,000/-  ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ તા-19/04/2025નાં રોજ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કહ્યુ હતું કે, તમારી ગાડી સોનગઢ ખાતે આવી ગયેલ છે અને લોકેશન બરાબર આવતું ન હોવાથી તમારે બીજા રૂપીયા 8,500/- નાખવા પડશે, જેથી યુવકે ફરી રૂ.8,500/- અજાણ્યા વ્યક્તિના નંબર પર ટ્રાન્સફર કર્યા હતા.અને થોડી વારમા ફરીથી અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને મને જણાવેલ કે તમારે ફરીથી બીજા રૂ.7,000/- નાખવા પડશે. જેથી યુવકે ફરી રૂ.7,000/- ટ્રાન્સફર કરેલ હતા.અને બાદમાં યુવક ઉપર અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે બાકીના રૂપિયા 11,000/- તમારે નાખવા પડશે તેવુ કહેતા યુવકે કહેલ કે મારી પાસે આ બાઇક આવશે ત્યારે બાકીના રૂપિયા હું આપીશ, જેથી તેઓએ યુવકને જણાવેલ કે તમારી ગાડી સુબીર સુધી આવી ગયેલ છે.તમે બાકીના રૂપિયા નાખો તો તમારી ગાડી ગારખડી ખાતેના લોકેશન ઉપર પહોંચાડી દઇશું. તેવું જણાવતા યુવક સુબીર ખાતે ગયો હતો.પરંતુ ત્યાં જઈને જોયું તો ગાડી મોકલાવેલ નહી.જેથી યુવકે તેઓને ફોન કરી પુછેલ કે,હું  સુબીર ખાતે આવી ગયેલ છે તો તમે ક્યાં છો ? ત્યારે તેઓએ યુવકને કહેલ કે સુબીર – સોનગઢ રસ્તા ઉપર છીએ.તેવું કહેતા યુવક સિંગાણા ફોરેસ્ટ ચેક પોસ્ટ સુધી તપાસ કરવા ગયેલ, પરંતુ તેઓ યુવકને  રસ્તામાં ક્યાંય જોવા મળેલ નહી.જે બાદ યુવક પોતાના ઘરે પરત ફર્યો હતો. ત્યારે યુવકને જણાઈ આવેલ કે તેની સાથે સાયબર ફ્રોડ થયેલ.છે.જેના કારણે યુવકે બાકીના પૈસા નાંખ્યા નહોતા.અને આહવા પોલીસ મથકે યુવકે ફરિયાદ નોંધાવી હતી.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!