BANASKANTHAGUJARATKANKREJ

     કાંકરેજ તાલુકાના બુકોલી નારણપુરા પ્રા. શાળામાં ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

બ.કાં. જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી કંચનબેન ઠક્કરના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ધ્વજ વંદન કરવામાં આવેલ.

કાંકરેજ તાલુકાના બુકોલી નારણપુરા પ્રા. શાળામાં ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ..

કાંકરેજ તાલુકાના બુકોલી નારણપુરા પ્રા.શાળાના પટાંગણમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સદર રાષ્ટ્રીય કાર્યક્રમનો પ્રારંભ બ.કાં. જિલ્લા ભાજપ મહિલા મોરચા મંત્રી કંચનબેન ઠક્કરના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી ધ્વજ વંદન કરવામાં આવેલ.કાંકરેજ તાલુકા પંચાયત પૂર્વ અધ્યક્ષ બુકોલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ ઠક્કર,શાળાના આચાર્ય જગદીશભાઈ પટેલ,શિક્ષિકા ભાવનાબેન પટેલ સહીત મહાનુભાવોએ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ રાષ્ટ્રગાન રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો,કાવ્યો, વક્તવ્ય,સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ દેશભક્તિમય રજૂઆતો કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓની ઉત્સાહભેર રજૂઆતોને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન,રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની ભૂમિકા અને દેશ પ્રત્યેની ફરજ અંગે પણ પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.શાળાના આચાર્ય આમંત્રિત મહાનુભાવો તથા શિક્ષકગણ દ્વારા વિદ્યાર્થીઓ ને સ્વાતંત્ર્યના મૂલ્યો જાળવવા બંધારણીય ફરજોનું પાલન કરવા,રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા જવાબદાર નાગરિક બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષિકા ભાવનાબેને કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!