GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ગાંજાના જથ્થા સાથે એક યુવાનને SOG ટીમે ઝડપી લીધો

MORBI:મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ગાંજાના જથ્થા સાથે એક યુવાનને SOG ટીમે ઝડપી લીધો

 

 

મોરબી મહારાણા પ્રતાપ સર્કલ નજીક ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસેથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૨.૮૮૫ કિ.ગ્રામ કિ.રૂ.૨૮,૮૫૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૩૩૮૫૦ નાં મુદામાલ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ.જી. પોલીસને બાતમી મળેલ કે, અનુજકુમાર રમેશચંદ્ર વર્મા રહે. ભુલભુલીયા બેલ, લખીમપુર ખીરી ઉત્તરપ્રદેશ વાો ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી સાથે લઇને અમદાવાદથી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવનાર છે જે મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઇ વોચ તપાસ રહેતા ગાંજાનો જથ્થો વજન ૨.૮૮૫ કિ.ગ્રામ કિ.રૂ.૨૮,૮૫૦/,તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ કિંમત રૂપીયા-૩૩,૮૫૦/-
મુદામાલ સાથે આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા (ઉ.વ.૨૯), રહે. હાલ-ભુલભુલીયા બેલ, તા.ફર્દાહન, જી.લખીમપુર ખીરી, ઉત્તરપ્રદેશ, હાલ રહે. વોર્ડ નં.૧૫, રાવણભાટા કલાન, (વિરાન), બાગબહારા, જી.મહાસમુદ, છતીસગઢવાળો મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી ઇસમની ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડિવી.પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Back to top button
error: Content is protected !!