હાલોલ:ફિઝિક્સ રિસર્ચ લેબ અમદાવાદ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્ક્રિનિંગ ટેસ્ટમાં કલરવ શાળાના વિદ્યાર્થીનુ શાનદાર પ્રદર્શન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૬.૨.૨૦૨૫
પ્રતિ વર્ષ ઈસરોની માતૃ સંસ્થા ફિઝિક્સ રિસર્ચ લેબ (PRL), અમદાવાદ દ્વારા અરુણલાલ સ્કોલરશીપ માટે રાજ્ય કક્ષાની સ્ક્રિનિંગ કસોટીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં મેરીટના આધારે વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.છેલ્લા ઘણા વર્ષોથી કલરવ શાળા હાલોલ માંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે, અને સફળતા હાંસલ કરે છે.આ વર્ષે પણ પંચમહાલ જિલ્લામાંથી માત્ર એક જ વિદ્યાર્થી શાળાના ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કિશોરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ મેરીટ યાદીમાં પસંદગી પામેલ છે.અંતરીક્ષ વિજ્ઞાનમાં અગ્રેસર સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઈસરો અને સંલગ્ન શાખાની માહિતી પ્રાપ્ત થાય અને તેઓ તે દિશામાં પોતાની કારકિર્દી વિશે વિચારે તેવા ઉમદા હેતુથી આ કસોટી નું આયોજન કરવામાં આવે છે. આ સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ભાગ લેનાર શાળામાંથી એક વિદ્યાર્થીની ની પણ પસંદગી કરવામાં આવે છે. જેમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. એન્જલ હર્ષદભાઈ પરમાર ની પણ પસંદગી થયેલ છે.આ બંને વિજ્ઞાન દિન નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે.આ સફળતા હાંસલ કરવા બદલ શાળાના આચાર્ય,ટ્રસ્ટી,શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ બંને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.







