અમરેલીની દીકરીને ન્યાય મળે એ માટે સુરતમાં પાટીદાર સમાજની દીકરીઓએ રેલી કરી તો એના પર પણ ગુન્હો દાખલ થયો જે નિંદનીય છે – રાજુ કરપડા

તા.03/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અમરેલીમાં વારંવાર વરઘોડાના બહાના હેઠળ લાખો રૂપિયાના તોડ થઈ રહ્યાની ફરિયાદો મળી રહે છે – રાજુ કરપડા
ત્રણ વર્ષ પહેલા કાઠી સમાજની દીકરી હેમુબેન સાથે આવી જ રીતે અન્યાય થયેલો જેના બહોળા પ્રત્યાઘાત પડ્યા, હજારો લોકો સમર્થનમાં આવ્યા હતાં ત્યાર બાદ તાત્કાલિક ધોરણે ચાર્જસીટ તૈયાર કરી બેનને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં cid તપાસ થશે એવી પોલીસ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી થશે તે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ આજ દિવસ સુધી તપાસના નામે મીંડું છે પાટીદાર દીકરીનું આજે કોર્ટમાં હિયરિંગ છે અપેક્ષા રાખીએ કે જામીન પણ મળી જશે પરંતુ આ ગુજરાત છે કાઠીયાવાડ છે અહીંયા જે દીકરી જેલમાં જાય છે એ દીકરી અને પરિવારની ઈજ્જત આબરૂ પણ દાવ પર લાગે છે આ આ ઈજ્જત આબરૂ પાછી કોણ આપશે અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે છે, હેમાળ ગામે બે કોળી સમાજના સગા ભાઇને ત્યાં દાગીનાની ચોરી થઈ ચોર લાપતા રાજુલામાં મંદિરોમાંથી દાન પેટી ચોરાય છે આરોપી મળતા નથી, અનેક ગામડાઓમાં પોલીસની રહેમ નજર નીચે ખનીજ ચોરી થાય છે ત્યાં કેમ પોલીસ પાણી બતાવતી નથી આજે અમે અમારી ટીમ સાથે અમરેલી આવી રહ્યા છીએ કાયદા ઉપર વટ જઈ અને પોલીસ કોઈ પણ સમાજ પર કાર્યવાહી કરશે તો કાયદાનું ભાન કરાવવા માટે અમે કાયદો ભણ્યા છીએ – રાજુ કરપડા



