INTERNATIONAL

પશ્ચિમી કોલંબિયામાં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 132 લોકોના મોત, 570થી વધુ ઇજાગ્રસ્ત

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપે ભારે વિનાશ નોતર્યો છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 132 પર પહોંચી ગયો છે, જ્યારે 570થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે. કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી.

કોલંબિયાના પ્રમુખ Abelardo de la Espriellaએ બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

કોલંબિયન જિયોલોજિકલ સર્વિસના જણાવ્યા અનુસાર, પશ્ચિમી કોલંબિયામાં સ્થાનિક સમય મુજબ સવારે 7:34 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ચૌકો વિભાગના સાન જોસ ડેલ પાલ્મરનજીક જમીનમાં 96 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

સંબંધિત તંત્ર અને અધિકારીઓ પ્રભાવિત પ્રાંતોની રાજધાનીઓ, સ્થાનિક મેયર અને તેમની ટીમ સાથે સતત સંપર્કમાં છે. નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્તો સુધી સૌથી જરૂરી રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Residents and rescue workers search through the rubble after an earthquake struck Cali, Colombia, Monday, Aug. 10, 2026. (AP Photo/Santiago Saldarriaga)

Back to top button
error: Content is protected !!