ભારતમાં ચાંદીપુરા વાયરસનો હાલનો પ્રકોપ છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચિંતાજનક ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે ભારતમાં ચાંદીપુરા વાયરસનો હાલનો પ્રકોપ છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો છે.
હાલમાં ભારતમાં ધોધમાર વરસાદી વરસી રહ્યો છે. જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાતા દેશમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે તો બીજી તરફ ચાંદીપુરા વાયરસને લઈને પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. WHO એ ચિંતાજનક ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે ભારતમાં ચાંદીપુરા વાયરસનો હાલનો પ્રકોપ છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો છે. આ વાયરસથી થતા એક્યુટ એન્સેફાલીટીસ સિન્ડ્રોમ (AES) ના કેસ આ વર્ષે ઝડપથી વધ્યા છે અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જૂનની શરૂઆતથી 15 ઓગસ્ટની વચ્ચે આરોગ્ય મંત્રાલયે AESના 245 કેસ નોંધ્યા છે, જેમાંથી 82 લોકોના મોત થયા છે.
ચાંદીપુરા વાયરસ એક પ્રકારનો વાયરસ છે જે મગજ અને કરોડરજ્જુને અસર કરે છે. જ્યારે આ વાયરસનો ચેપ લાગે છે, ત્યારે તાવ, માથાનો દુખાવો, ઉલટી, હુમલા અને ચેતના ગુમાવવા જેવા લક્ષણો દેખાય છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે. દેશના 43 જિલ્લામાં આ રોગના કેસ નોંધાયા છે અને તેમાંથી 64 કેસ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. તમને જણાવી દઈએ કે દેશના પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભાગોમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન છૂટાછવાયા કેસ અને ફાટી નીકળે છે. તે ‘સેન્ડ ફ્લાય્સ’ અને ‘ટિક્સ’ જેવા રોગ વહન કરનારા જંતુઓ દ્વારા ફેલાય છે.
નિષ્ણાતો માને છે કે ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થવાના ઘણા કારણો છે. જેમાં હવામાન પરિવર્તન, મચ્છર ઉત્પત્તિ માટે અનુકૂળ વાતાવરણ અને લોકોમાં જાગૃતિનો અભાવ સામેલ છે.
ઉપાય
- મચ્છરથી બચાવવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો.
- શરીરને સંપૂર્ણ ઢાંકવું.
- ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી.
- ચેપગ્રસ્ત વ્યક્તિથી અંતર જાળવી રાખવું.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel