INTERNATIONAL

ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. : વિશ્વ હવામાન સંગઠન

વિશ્વ હવામાન સંગઠનના નવા રિપોર્ટથી ખળભળાટ મચી ગયો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાની સપાટી ચિંતાજનક રીતે વધી રહી છે. જે પ્રમાણે સમુદ્રની જળસપાટી પહેલાની તુલનાએ ખૂબ જ ઝડપી વધી રહી છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એશિયામાં ઝડપી ગરમી વધી રહી છે, જેના કારણે હવામાનમાં ફેરફાર આવી રહ્યો છે અને લોકો તેનું પરિણાન ભોગવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, દરિયાકાંઠાની વિસ્તારોમાં આ સ્થિતિના કારણે ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને નીચલા વિસ્તારોમાં દરિયાનું પાણી ભરાઈ શકે છે.

વિશ્વ હવામાન સંગઠનના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે દરિયાઈ સપાટી દર વર્ષે 3.7 થી 3.8 મિલીમીટર વધી રહી છે. હવે આ વધીને 4.00 મિલીમીટર પ્રતિ વર્ષે થઈ ગઈ છે. આ વધારાથી સમુદ્ર કિનારાથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં જોવા મળી રહી છે. માનવીય હરકતોના કારણે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, જેના કારણે દરિયાકાંઠાનો વિસ્તાર આટલો ઝડપથી વધી રહ્યો છે. હકીકતમાં અશ્મિભૂત ઇંધણ બાળવાથી ગ્રીનહાઉસ વાયુ બહાર નીકળે છે. આ વાયુઓ બરફની ચાદર અને ગ્લેશિયરો અણધારી રીતે પીગળી રહ્યા છે. જેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. દરિયાકાંઠાના આ વિસ્તારો અને નાના ટાપુઓમાં રહેતા લોકો માટે આ એક મોટો ખતરો છે. ભારતનો દક્ષિણ ભાગ પણ આનાથી પ્રભાવિત થઈ રહ્યો છે.

WMOની ‘સ્ટેટ ઓફ ધ ક્લાઈમેન્ટ ઈન એશિયા 2024’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એશિયામાં ગરમી વૈશ્વિક સરેરાશથી લગભગ બમણા દરે વધી રહી છે. જેના કારણે હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે અને પ્રદેશને ભારે નુકસાન પહોંચાડી થઈ રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વર્ષ 1991-2024 દરમિયાન ગરમીમાં વધવાનો દર 1961-1990 ના સમયગાળા કરતા લગભગ બમણો રહ્યો હતો. ગરમીમાં વધારાને કારણે મધ્ય હિમાલય અને તિયાન શાન પર્વતોમાં 24 માંથી 23 ગ્લેશિયરોનો બરફ પીગળી ગયો છે. તેનાથી ગ્લેશિયર તળાવોમાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં પણ વધારો થયો છે.

રિપોર્ટમાં ભારતમાં 2024માં થયેલી કુદરતી હોનારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, જળવાયુ પરિવર્તનના કારણે કેરળના વાયનાડ જિલ્લામાં ભયાનક ભૂસ્ખલન થયું હતું, જેમાં 350થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના 30 જુલાઈના રોજ બની હતી, ત્યારે 48 કલાકમાં 500 મિલીમીટરથી વધુ વરસાદ થયો હતો.  તો 2024માં ભયાનક ગરમીના કારણે ભારતના વિવિધ વિસ્તારોમાં 450થી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય વીજળી પડવાથી લગભગ 1300 લોકોના મોત થયા હતા. 10 જુલાઈના રોજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઝારખંડમાં વીજળી પડવાથી 72 લોકોના મોત થયા હતા.

Back to top button
error: Content is protected !!