JAMNAGAR CITY/ TALUKO

181અભયમ-જામનગર ટીમની વધુ એક સેવા

 

ઘર છોડીને નીકળી ગયેલ માનસિક અસ્થિર મહિલા નુ પરિવાર સાથે મિલન કરાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ**
જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહેલ છે જેમાં તારીખ 25 /2 /2025 ના રોજ એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે અહીંયા એક મહિલા આશરે 12:00 વાગ્યાના અરસાથી આમતેમ ભટકી રહ્યા છે તેઓ તેમનું નામ સરનામું જણાવતા ન હોય અને તેઓ ખૂબ ગભરાયેલા હોય તેવું જણાય છે તેથી મદદ માગેલ

કોલ આવતા ની સાથે જ જામનગર 181 ટીમના કાઉન્સેલર દિહોરા રીનાબેન તેમજ મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળે પહોંચેલ અને પીડિત મહિલા સાથે કાઉન્સેલિંગ કરેલ અને પીડિતા ખૂબ જ ડરી ગયેલા હોવાથી પીડીતાને આશ્વાસન આપી શાંત કર્યા અને પીડિત મહિલા સાથે કાઉન્સિલિંગ કરતા જણાવેલ કે તેઓ માનસિક અસ્થિર હોય અને તેઓ ઘર છોડીને નીકળી ગયેલા હોય તેવું માલુમ પડેલ છે પીળીતા વારંવાર એક વસ્તુની માંગ કરતા હોય તેથી તે વસ્તુનું પ્રલોભન આપીને તેમની પાસે નામ અને સરનામું જાણવાની કોશિશ કરેલ અને પીડિતાએ આખરે એમનું નામ અને સરનામું જણાવેલ તેવો જામનગર સિટીના જ હોય છે પરંતુ પીડીતા એ અલગ અલગ સરનામાં જણાવેલ હોય તેથી પીડિત એ જણાવેલ સરનામા પર જઈને ખરાઈ કરેલ સઘન પ્રયત્નો બાદ આખરે મહિલાનું ઘર મળેલ અને તેમના ઘરે જઈને પીડિતાના ભાઈ અને ભાભી સાથે કાઉન્સિલિંગ કરતા જણાયું કે પીડિત મહિલા 10 વર્ષથી માનસિક અસ્થિર હોય છે આજ રોજ તેઓ તેમના ભાઈ ભાભી ની જાણ બહાર થી ઘરેથી નીકળી ગયેલ હોય છે તેથી પીડિત મહિલાના ભાઈ અને ભાભીને જણાવેલ કે તેમની દેખરેખ રાખવી તેમજ માનસિક બીમારી માટે ડોક્ટરની સારવાર કરાવવી ત્યારબાદ પીડિત મહિલાના ભાઈ ભાભી ને પીડિતાને સોંપેલ અને પીડિત મહિલાના ભાઈ ભાભી એ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ

Back to top button
error: Content is protected !!