JAMNAGAR CITY/ TALUKO

bjp-જામનગર જિલ્લા નવનિયુક્ત પ્રમુખે યોજી બેઠક

 

ભાજપના સ્થાપના દિન થી ૧૪ એપ્રિલ ડો. આંબેડકર જન્મદિન સુધી અનેક કાર્યક્રમોનું સુદર આયોજન

અટલ ભવન ખાતે જીલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની અધ્યક્ષતામાંપ્રથમ જિલ્લા બેઠક યોજાઈ

રામનવમી અને ભાજપના સ્થાપના દિનનો સુભગ સમન્વય હોવાનું જણાવતા જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ  ભંડેરી

 

#BJP4ViksitBharat સાથે દરેક ફોટા સોશ્યલ મીડીયા પર અપલોડ કરવા  ખાસ અપીલ.

જામનગર (ભરત ભોગાયતા)

ગતતા. ૨ એપ્રીલના રોજ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય એટલ ભવન ખાતે જામનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીના અધ્યક્ષસ્થાને એક બુધદ્ધ બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ મંડલના નવનિયુક્ત પ્રમુખો સહિત મંડલના પૂર્વ પ્રમુખો, મોરચના પદાધિકારીઓ, જિલ્લાના હોદેદારો, ચુંટાવેલ સદસ્યો, જિલ્લા મીડીયા, આઈ-ટી અને સોશ્યલ મીડીયા ટીમ સહિત આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહેલ.

જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની નિયુક્તિ બાદ આ પ્રકારની પ્રથમ બૃહદ બેઠકમાં નવા ઉત્સાહ અને ઉમંગ સાથે આગામી કાર્યક્રમોને વધાવવા કાર્યકરોમાં જોમ હોવાનું વાતાવરણમાં ઉડીને આંખે વળગે તેવું હતું. આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીએ સૌ કાર્યકરોને પક્ષનો સ્થાપના દિન અને રામનવમીનો સુભગ સમન્વય હોવા ઉપરાંત મંડળની નવી ટીમ માટેના પ્રથમ કાર્યક્રમની શરૂઆતથી જ દરેક કાર્યક્રમો જેમકે પક્ષના ધ્વજ ઘરે-ઘરે લગાવવા, રામમંદિરેથી પાત્રામાં પુન-કિર્તન સાથે જોડાવા, વિધાનસભા વાઈઝ આયોજિત સક્રિય સભ્યોનું સંમેલન, ગાંવ ચલો અભિયાન તેમજ ૧૪ એપ્રીલના રોજ ડો. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિના કાર્યક્રમોને સફળ બનાવવા કાર્યકરીને આહવાહન કરેલ. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પક્ષ અને રાષ્ટ્ર માટે બલિદાન આપનાર આપણા પક્ષના નેતાઓને સાચી અંજલિ આપી, તેમનું રૂણ ચૂકવવાનો અવસર સ્થાપના દિનનું મહત્વ સમજાવી સૌને તમામ કાર્યક્રમોમાં સહભાગી થવા અપીલ કરેલ.

સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તા. ૭ ના રોજ સાંજે ૫-૩૦ કલાકે ખીજડીયા બાયપાસે રોયલ રીસોર્ટ ખાતે ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન, ૮૦ જામજોધપુર વિધાનસભાનું સંમેલન ૮ એપ્રીલના રોજ સાંજે ૫-૦૦ કલાકે પંડિત દિનદયાલ ભવન, જામજોષપુર ખાતે તેમજ ૭૬ કાલાવડ વિધાનસભામાં બે સંમેલનોમાં પ્રોલ ખાતે તા. ૯ એપ્રીલના રોજ સવારે ૧૦-૦૦ કલાકે માર્કેટ યાર્ડ પ્રોલ ખાતે તેમજ કાલાવડ ખાતે તેજ દિવસે સાંજે ૪-૦૦ કલાકે શ્રીજી ફાર્મ, કાલાવડ ખાતે ભવ્ય રીતે યોજવાની જાહેરાત કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે મંડલવાઈઝ બેઠકોનું આયોજન કરવા નકકી કરવામાં આવેલ તે ઉપરાંત સ્થાપનાદિનના વિવિધ કાર્યક્રમો માટે જિલ્લા સંયોજક તરીકે અભિષેક પટવા તથા સહસંયોજક તરીકે કુમારપાલસિંહ રાણા તથા ભવાનભાઈ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવેલ. તા. ૭-૮ અને ૯ એપ્રીલના યોજાનાર સક્રિય સભ્યસંમેલન માટે જિલ્લા ઈન્ચાર્જ તરીકે દિલીપભાઈ ભોજાણી, ૭૨-કાલાવડ વિધાનસભા ઈન્ચાર્જ તરીકે હસુભાઈ વોરા તથા નવલભાઈ મુંગરા, ૭૭-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા માટે દિલીપસિંહ ચુડાસમા તથા મુકુંદભાઈ સભાયા તથા ૮૦-જામજોધપુર વિધાનસભા માટે કૌશીકભાઈ રાબડીયા તથા અરશીભાઈ કરંગીયાને જવાબદારી સોપવામાં આવેલ.

તા. ૧૩ તથા ૧૪ એપ્રીલના ડો બાબાસાહેબ જન્મજયંતિ કાર્યક્રમ માટે જિલ્લા ઈન્ચાર્જ તરીકે નાથાભાઈ વારસાડીયા તથા સહસંયોજક તરીકે હિરજીભાઈ ચાવડા, ભૂમિતભાઈ ડોબરીયાને નિયુક્ત કરેલ.

આ બેઠકમાં વરિષ્ઠ આગેવાનો દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, દિલીપસિંહ ચુડાસમા, યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાષા, કુમારપાલસિંહ રાણા સહિત મંડલના પ્રમુખો, તત્કાલીન પ્રમુખ મહામંત્રીઓ સહિત અપેલીત શ્રેણીના આગેવાનો ઉપસ્થિત રહેલ તેમ જિલ્લા મીડીયા સેલ કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદી જણાવે છે.

_______________

—-regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!