ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી
ઝઘડીયા તાલુકાના રાજપારડી અને ઉમલ્લા પંથકમાં વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી
સૌભાગ્યવંતી સ્ત્રીઓએ પતિના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરી
રાજપારડી અને ઉમલ્લા પંથકમાં આજ રોજ વટ સાવિત્રી વ્રતની ધાર્મિક માહોલમાં કરાયો હતો.સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિનાં આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડનાં ઝાડની પૂજા અર્ચના કરી સુત્તરનાં દોરાથી અગિયાર , એકવીસ , એકાવન અને એક્સોએકની પ્રદક્ષિણા ફરી પોતાના પતિની આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે હતી સાવિત્રી દેવીએ પોતાના પતિનાં પ્રાણ યમરાજ પાસેથી પાછા લઇ આવ્યા હતા તેથી તેમણે વટ સાવિત્રીનું વ્રત કર્યું હતું ત્યારથી સૌભાગ્યવતી સ્ત્રી વ્રત રાખી મનોકામના પૂર્ણ કરે છે. જેને લઇને ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી રાધાકૃષ્ણ મંદિર પાસે અને ઉમલ્લા સોમેશ્વર મહાદેવ મંદિર પાસે વટ સાવિત્રી વ્રતની ઉજવણી ધાર્મિક માહોલ મા કરવામા આવી હતી.
ઈરફાન ખત્રી
રાજપારડી