JUNAGADH CITY / TALUKO

જૂનાગઢ મહિલા ITI ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પર્યાવરણની જાળવણી અને વધુને વધુ વૃક્ષો વાવીને ઉછેર કરવા અંગે અપાયું માર્ગદર્શન

પર્યાવરણની જાળવણી અને વધુને વધુ વૃક્ષો વાવીને ઉછેર કરવા અંગે અપાયું માર્ગદર્શન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : પર્યાવરણની જાળવણી અને સંવર્ધનના આશય સાથે જૂનાગઢ આઈ.ટી.આઈ. (મહિલા) ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંજય કોરડીયા, આર.એફ.ઓ. (RFO) પિન્ટુબેન ગુજરાતી તેમજ ડિસ્ટ્રિક્ટ સ્કીલ ઓફિસર ભદોરિયાએ ઉપસ્થિત સૌને વૃક્ષોનું પર્યાવરણીય મહત્વ સમજાવ્યું હતું. વૃક્ષોના વાવેતર સાથે તેની યોગ્ય જાળવણી અને ઉછેર કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડીને વધુને વધુ વૃક્ષો વાવી પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ. જૂનાગઢના પ્રિન્સિપાલ ભગીરથસિંહ જાળીયા તેમજ મહિલા આઈ.ટી.આઈ.ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો અને સ્ટાફ દ્વારા સંસ્થાના ગાર્ડનમાં વિવિધ ઉપયોગી છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!