
તા.૧૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના અંતરિયાળ વિસ્તાર લીલવા ઠાકોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોબાઇલ ટીબી એ-ક્ષરે વાન દ્વારા ટીબીની તપાસ કરાઈ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલવા ઠાકોર ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીબી એ-ક્ષરે વાન લીલવા ઠાકોર .પી.એચ.સી. ખાતે આવી હતી.આદરમ્યાન તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.તુષાર ભાભોરની સુચનાથી ૧૦૩ જેટલા શંકાસ્પદ ટીબીના લક્ષણો ધરાવતા લાભાર્થીઓના એ-ક્ષરે કરવામાં આવ્યા હતા આવેલ તમામ નાગરિકોના ડાયાબિટીસની તપાસ પણ કરવામાં આવી હતી. તેમા લીલવા ઠાકોર પી.એચ.સી.સુપરવાઈઝર તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા




