JUNAGADH RURALKESHOD

કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન : ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો, તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન : ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો, તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુ દવાખાના કેશોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કેશોદ, માંગરોળ અને માળીયા તાલુકના ૩૦૦ થી વધુ પશુપાલકોએ ભાગ લીધો હતો. શિબિરમાં આધુનિક ઢબે પશુપલાન કરવા સફળ પશુપાલનના ચાર મુખ્ય આધાર સ્તંભો પશુ પસંદગી, પશુસંવર્ધન, પશુઆરોગ્ય અને પશુપોષણ અને પશુમાવજતની સાથે પશુપાલનને સફળ બનાવવા સરકારશ્રીની પશુપાલનની સહાયકારી યોજનાઓ વિશે નાયબ પશુપાલન નિયામક શ્રી ડો દિલીપ પાનેરા, મદદનીશ પશુપાલન નિયમાકશ્રી ડો.એ.પી.ગજેરા, નિવૃત મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડો.કારેથા, વગેરે દ્રારા ઉપસ્થિત પશુપાલકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર દ્રારા ઉપસ્થિત તમામને આધુનિક ઢબે પશુપાલન થકી આર્થીક રીતે સમૃધ્ધ થવા ,પશુપાલકોની આવક બમણી કરવા તેમજ ગૌપાલનથી ઉર્જાવાન બનવા આહવાન કર્યું હતું તેમજ શિબિરના સુંદર આયોજન બદલ પશુપાલન ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પશુપાલન સમિતિના ચેરમેનશ્રી શ્રી ઠાકરસીભાઈ જાવીયા દ્રારા ઉપસ્થિતોને ખેતી સાથે આધુનિક પશુપાલન કરવા અપીલ કરી અને પશુપાલન અંગેની અધ્યતન માહિતી મેળવવા નજીકની પશુસારવાર સંસ્થાનો સંપર્ક કરવા જાણાવ્યુ હતું આ શિબિરમાં દુધ ઉત્પાદન હરીફાઈના જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલક તરીકે કેશોદના ચાંદીગઢ ગામના શ્રી મેરામણભાઇ દાસાને પ્રમુખશ્રી અને ઉપસ્થિત મહાનુભાવો દ્રારા પ્રમાણ પત્ર તેમજ શિલ્ડનું વિતરણ કરવામાં આવ્યુ. આ શિબિરનું સફળ આયોજન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર શ્રી અનિલ રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકરી શ્રી નિતિન સાંગવાનની સુચના તેમજ જિલ્લા પશુપાલન ખેતી સહકાર સિંચાઈ સમિતિના અધ્યક્ષા શ્રીમતી આરતીબેન હિતેશભાઈ જાવીયાના માર્ગદર્શનમાં કરવામાં આવ્યુ હતુ. આ તકે તાલુકા પંચાયત કેશોદના પ્રમુખશ્રી શ્રી ભનુભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી જયતભાઈ સિસોદીયા, સામાજીક ન્યાય સમિતી ચેરમેન શ્રી ( કેશોદ તા.પં) જયદીપસીંહ સોલંકી, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ગીગા ભાઈ, શ્રી રાજુભાઈ કનેરીયાભાઈ , પ્રવિણભાઈ ભાલારા, ભરતભાઈ પ્રજાપતિ ડો.એન.આર.વાઢીયા, ડો.ડી.એમ.ડાભી પશુચિકિત્સા અધિકારી માંગરોળ વગેરે મહાનુભાવો આ શિબીરમાં હાજર રહી પશુપાલકોને માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. શિબિરને સફળ બનાવવા કેશોદ તાલુકા પશુચિકિત્સા અધિકારીશ્રી ડો.કે.જે.ચાવડા, અજાબ પશુ દવાખાનાના ડૉ. આર.એલ.કચોટ, ડૉ.એન.એન.જિલડીયા તેમજ કેશોદ તાલુકા પશુપાલન ટીમ દ્રારા ખાસ જહેમત ઉઠાવી હતી અને આ સમગ્ર કાર્યકર્મનું સફળ સંચાલન પ્રા.ડો.ઉષાબેન લાડાણી દ્રારા કરવામાં આવ્યુ

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!