GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન વિષયક વર્કશોપનું સફળ આયોજન સંપન્ન..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં “કમ્યુનિટી મેનેજમેન્ટ ઓફ અક્યુટ માલન્યુટ્રિશન (CMAM)” કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે સોશિયલ એન્ડ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન (SBCC) વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

આ વર્કશોપનું આયોજન આઈ.સી.ડી.એસ. શાખા, નવસારી જિલ્લા પંચાયત તથા સેન્ટર ઓફ એક્સલન્સ ઈન ન્યુટ્રિશન- પ્રોજેક્ટ તુષ્ટિ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર (A CSR initiative of નયારા એનર્જી) ના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં કુલ 84 પ્રતિભાગીઓ જોડાયા હતા, જેમાં આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો, ANM તેમજ બ્લોક અને જિલ્લા સ્તરના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થયો હતો.

વર્કશોપ દરમિયાન પ્રતિભાગીઓને કુપોષણ દૂર કરવા માટે પરિવારો સાથે અસરકારક સંવાદ સાધવાની રીતો, માતા અને બાળક યોગ્ય પોષણ તથા સ્વચ્છતા અપનાવે તે માટેની તાલીમ, એસબીસીસીનો અર્થ અને તેનો મહત્વ, પોષણ તથા સ્વચ્છતા સંદેશાઓ, ડેટા આધારિત ગંભીર રીતે પીડાતા બાળકોની ઓળખ અને પોષણ ટ્રેકર પર સમયસર ડેટા એન્ટ્રી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત, વિવિધ IEC સામગ્રીના અસરકારક ઉપયોગ અને સ્થાનિક આગેવાનોની સક્રિય ભૂમિકા દ્વારા કાર્યક્રમોને વધુ સફળતાપૂર્વક અમલમાં મૂકવાની રીતો પર પણ ખાસ સત્રો યોજાયા.

Back to top button
error: Content is protected !!