કેશોદ તાલુકાના અજાબ ગામે મેંગો માર્કેટમાં કેરીથી છલકાયું
કેશોદ તાલુકાના અજાબ ગામે મેંગો માર્કેટમાં કેરીથી છલકાયું
છેલ્લા કેટલાક વર્ષોથી અજાબ ગામે કેરી માર્કેટ ભરાઈ છે અજાબ એટલે ગીરનું નાકુ આ સેન્ટર થી ગીર વિસ્તાર ની શરૂઆત થાય ગીરની પ્રખ્યાત કેશર કેરીનું જબરદસ્ત માર્કેટ સ્વયંભૂ રિતે ભરાય છે કોઈ દલાલ નહીં સિધા જ ખેડુતો કે ઈજારેદાર ગ્રાહકોને માલ વેચાણ કરે છે એટલે ગ્રાહકોને સારી કવોલેટીની સારી અને સસ્તી કેરીઓ સીધી જ જોઈએ તેટલી મળી રહે છે આ વર્ષ કેરીનો પાક ઓછો હોય જામનગર, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને સુરત, બરોડાના વેપારી મિત્રોએ પણ અજાબ કેરી માર્કેટ માંથી ખરીદી શરૂ કરતાં તેમજ આજુબાજુના વિસ્તારમાં લોકો તેમજ ફેરીયાઓ પણ કરી ખરીદી કરતા જોવા મળ્યા છે. મેઈન રોડ ની બંને સાઈડમાં સરપંચ મગનભાઈ અઘેરા અને પંચાયત ની પુરી ટીમ દ્વારા ટ્રાફિકને કોઈ અડચણ ના થાય તે રિતે બોલેરો, રિક્ષા, ટ્રેક્ટર, મેટાડોર વગેરે વાહનોને પાર્કિંગ ક્યાં કરવું તેની સુચના અને સહયોગી બની રહ્યા છે એટલે સુંદર આયોજન સાથે માર્કેટમાં આજે કેરીના બોક્સ ની વધારે આવક સાથે ખરીદીમા પણ લોકો ઉમટી પડયા હતા દરરોજ બપોરે ત્રણ વાગ્યે થી માર્કેટમાં ખરીદ વેચાણની કામગીરી ચાલુ કરવા આવે છે મોડી રાત્રી સુધી ચાલુ રહે છે
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ