વેરાવળ ઝોન ની અનેક બ્રાન્ચો પર સેકડો ભક્તો દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. સંત નિરંકારી મિશનના “સ્વચ્છ જળ- સ્વચ્છ મન” અભિયાન અંતર્ગત ભારતમાં દસ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો.
વેરાવળ ઝોન ની અનેક બ્રાન્ચો પર સેકડો ભક્તો દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. સંત નિરંકારી મિશનના "સ્વચ્છ જળ- સ્વચ્છ મન" અભિયાન અંતર્ગત ભારતમાં દસ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો.
સંત નિરંકારી મિશન દ્વારા સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજ પિતાજીના પાવન સાનિધ્યમાં “સ્વચ્છ જળ- સ્વચ્છ મન” યોજના ના તૃતીય ચરણનો શુભારંભ કરવામાં આવ્યો.આ પરીયોજનો મુખ્ય ઉદ્દેશ જળ સંરક્ષણ તથા તેના બચાવ માટે અલગ અલગ યોજનાઓ બનાવવી તથા તેને અમલીરૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળ સ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા “જાગ રુકતા અભિયાન” ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે.આ અભિયાન અંતર્ગત વેરાવળ ઝોન ના અનેક સ્થળો પર વેરાવળના સમુદ્ર તટ પર આવેલા બિરલા મંદિર બીચ પર, તેમજ ભાવનગર ના બોર તળાવ, અલંગના ભાલાપરા ગામે આવેલા તળાવ,દામનગર માં કુંભનાથ મંદિર ના તળાવ તેમજ વઢેરા ગામની નદી કિનારે સવારે ૮ થી ૧૧ વાગ્યા સુધી વાગ્યા સુધી સફાઈ કાર્ય કરી જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી ટનબંધ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા તેમજ અન્ય સંસ્થાઓનો સહયોગ મળ્યો હતો. ત્યારબાદ ૧૧ થી ૧:00 વાગ્યા સુધી વેરાવળ માં આવેલ સંત નિરંકારી સત્સંગ ભવનમાં સત્સંગનું પણ આયોજન કરી સતગુરુ બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓને વાગોળવામાં આવી હતી. તેમ પ્રેસ મીડિયા સહાયક નિપુલકુમાર મેર દ્વારા જણાવવામાં આવ્યું હતું.સતગુરુ બાબા હરદેવસિંહજી ની જન્મ જયંતી ને સમર્પિત આ પુનિત અભિયાનમાં લગભગ 1650 થી વધુ સ્થળોએ આયોજિત આ સફાઈ અભિયાનમાં 10 લાખથી વધુ ભક્તો સ્વયંભૂ જોડાયા હતા.દિલ્હીમાં યોજાયેલ સત્સંગ કાર્યક્રમમાં સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજે જણાવ્યું કે, પાણી અમૃત સમાન છે. જે પ્રકૃતિએ આપણને એક મહત્વપૂર્ણ ભેટના રૂપમાં આપ્યું છે.તેની સ્વચ્છતા અને સંરક્ષણ માટે આપણી જવાબદારી જ નહીં પરંતુ આપણી સ્વાભાવિક આદત હોવી જોઈએ. પ્રદૂષણથી પર્યાવરણને હાનિ થાય છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ