આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ
મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ યોજનાના લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજનાના લાભાર્થી બાળકો,કિશોરીઓ,સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક આહારનો ઉપયોગ થાય તે ખુબ જરૂરી છે જે માટે આંગણવાડી ખાતે નોંધાયેલ બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓને ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ,અને પુર્ણાશક્તિ), દર માસે આંગણવાડી કેન્દ્રો પરથી વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત માન. વડાપ્રધાનશ્રી દ્વારા વર્ષ-૨૦૨૩ ને મિલેટ વર્ષ તરીકે જાહેર કરેલ છે ત્યારે મિલેટ (શ્રી અન્ન) નાના દાણા વાળા ધાન્યમા સમાવેશ થતા વિવિધતાસભર પાકો જેવા કે, બાજરી, જુવાર, નાગલી (રાગી) , કાંગ , ચેનો, બંટી (સામો) , કોદરી, વરી વગેરે જેવા મોટા ભાગના પાકોનું મૂળ ભારત છે અને તે ભારતના પ્રાચીન અને ગુણાકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. મિલેટ (શ્રી અન્ન) આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન આપતા ગુણધર્મો ધરાવે છે. ટેક હોમ રાશન (માતૃશક્તિ,બાલશક્તિ,અને પુર્ણાશક્તિ), મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો ની મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ થાય તેવા શુભઆશયથી સરકારશ્રી દ્વારા સમગ્ર રાજયમાં ઉકત ખાદ્યો માંથી બનતી પોષણયુકત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર (જિલ્લા/ઘટક/સેજા) પર પૌષ્ટીક વાનગી સ્પર્ધાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે જેના અનુસંધાને આજ રોજ આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા ની ઉજવણી કરવામાં આવેલ તેમજ આઈ.સી.ડી.એસ. ક્ષેત્રમાં વર્ષ દરમિયાન સારી કામગીરી કરવા બદલ આંગણવાડી કાર્યકર-તેડાગર તેમજ મુખ્ય સેવિકાને ઘટક તેમજ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. જેમાં આજ રોજ વર્ષ ૨૦૨૧-૨૨ ના માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ હતુ. આ બંને કાર્યક્રમમાં મહાનગરપાલિકા જુનાગઢના ડે.મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ડી. જે. જાડેજા સાહેબ, આરોગ્ય શાખાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી સ્વયં પ્રકાશ પાંડે સાહેબ હાજર રહેલ આ તકે આઈ.સી.ડી.એસ શાખાના પ્રોગ્રામ ઓફિસરશ્રી ચેતન સોજીત્રા સાહેબ દ્વારા ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી માંથી મળતા ફાયદા વિશે માહિતી આપવામાં આવેલ. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રી સ્વયં પ્રકાશ પાંડે સાહેબ દ્વારા આરોગ્ય તેમજ પોષણ ક્ષેત્રે લેવાની થતી કાળજી વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમની રૂપરેખા મુજબ ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન) તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો ની મદદથી આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવમાં આવેલ વાનગી માંથી સારી વાનગી બનાવનાર કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. આ ઉપરાંત વર્ષ-૨૦૨૧-૨૨ દરમિયાન સારી કામગીરી કરેલ મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને મોમેન્ટો, ચેક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ