KHERGAMNAVSARI CITY / TALUKO
ખેરગામ કાવલાખડક સીઝન 2 બ્રહ્મદેવ ઇલેવન ચેમ્પિયન બની
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ ખાતે આવેલા કાવલા ખડક ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ફળિયાના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં બજરંગ ઇલેવન કર્વ ઇલેવન સુમનભાઈ ઇલેવન હાર્દિક ઇલેવન પાંચ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ટુર્નામેન્ટની તમામ લીગ મેચ બાદ હાર્દિક ઇલેવન અને બ્રહ્મદેવ ઇલેવન ફાઇનલમાં પહોંચી હતી.ફાઇનલ મેચમાં હાર્દિક ઇલેવને પ્રથમ બેટિંગમાં ઉતરી છો ઓવરમાં 46 રન ફટકાર્યા હતા.ફાઇનલમાં 47 રનના લક્ષ્ય સાથે ઉતરેલી બ્રહ્મદેવ ઇલેવન સ્પર્ધાની ચેમ્પિયન ટીમ બનતા તેમના સમર્થકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી વ્યાપી ગઇ હતી.આ પ્રસંગે અનિલભાઈ પટેલ સુમનભાઈ પટેલ સંજયભાઈ પટેલ નરેશભાઈ પટેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દિપક પટેલ ખેરગામ પત્રકાર તેમજ સુમનભાઈ પટેલ હસ્તે ફાઇનલ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.