MEGHRAJ
મેઘરજ : ઇસરી હાઇસ્કુલનું ધોરણ 10 નું 91.42 ટકા પરિણામ
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : ઇસરી હાઇસ્કુલનું ધોરણ 10 નું 91.42 ટકા પરિણામ
ધોરણ 10 2025 નું પરિણામ 91.42 ટકા જાહેર થયું. જેમાં શ્રી એન યુ બીહોલા પીવીએમ હાઇસ્કુલ ઇસ્ત્રી હાઈસ્કૂલનું પરિણામ આવ્યું હતું ઈસરી હાઈસ્કૂલના કુલ 105 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેની અંદર 54 કુમાર પાસ થયા હતા જ્યારે 42 કુમારી પાસ થઈ હતી. આમ શાળાનું 91.42 ટકા પરિણામ આવ્યું હતું . ઇસરી હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે પ્રિયદર્શી રાજ 92.33 ટકા મેળવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો, દ્રિતીય ક્રમે અસારી સાગર કુમારએ 91.50 ટકા મેળવ્યા હતા અને તૃતીય નંબર એ પંચાલ સાક્ષી 90.50 ટકા મેળવી ઇસરી હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું હતું.પાસ થયેલ તમામ વિધાર્થીઓ આગળ વધે અને પ્રગતિ કરે તે સાથે શાળા પરિવાર તેમજ મંડળ ધ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા