MEHSANA CITY / TALUKOVIJAPUR

મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ ની ગ્રાંટમાંથી રકમ રૂ ૧૩.૨૦ લાખ ની એમ્બ્યુલન્સ નો લોકાર્પણ કરવામાં આવી

મહેસાણા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ ની ગ્રાંટમાંથી રકમ રૂ ૧૩.૨૦ લાખ ની એમ્બ્યુલન્સ નો લોકાર્પણ કરવામાં આવી વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શહેર ની સુવિધા ગામડામાં સરકાર એવું કહેતી હોય છે ને ત્યારે આપણી નજર સમક્ષ પ્રાથમિક માળખાકીય સુવિધાઓ અને સગવડો સાથે એક સુંદર ગામ આંખ સમક્ષ ઉભુ થઈ જતું હોય છે. ત્યારે વિકાસમાં જન સહયોગ લઈ આજના ગામડાઓ શહેર જેવા બની રહ્યા લોક ભાગીદારી અને જન સહયોગના પગલે શહેરની સગવડો ગામડામાં ઊભી થઈ રહી અને આવી જ વિકાસની કેડીમાં મહેસાણા જિલ્લાનું કંથરાવી ગામ પણ જન પ્રતિનિધિઓના સહયોગ અને જન સહયોગથી વિકાસની હરોળમાં અગ્રેસર બની રહ્યું અનેકવિધ યોજનાઓ અને જન પ્રતિનિધિઓના અનુદાન તેમજ લોક ભાગીદારીના સહયોગથી કંથરાવી તેમજ તેની સંલગ્ન આસપાસના ગામો પણ તેનો લાભ લઈ રહ્યા છે ગઈકાલની જ વાત કરીએ તો ઉંઝા તાલુકાના કંથરાવી ગામે અંતરીયાળ ગામોમાં એમ્બ્યુલન્સ ઈમરજન્સી આરોગ્યની સુવિધા મળે તે હેતુસર પ્રાથમિક આરોગ્ય કેંદ્ર કંથરાવી આરોગ્ય એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું. કંથરાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંલગ્ન ગામ કંથરાવી,પળી, નવાપુરા,સુરપુરા,ડાભી, સુરજનગર,સીંહી અને સુણક માટે આજ વિસ્તારમાં ચુંટાયેલા અને હાલ જિલ્લા પંચાયત મહેસાણા ની કારોબારી સમિતી ના અધ્યક્ષ હરીભાઈ પટેલના પ્રયત્નો અને દિરધદ્રષ્ટી પરિણામ સ્વરૂપ તેઓને ગ્રાંટમાંથી રકમ રૂ ૧૩.૨૦ લાખ ફાળવી એમ્બ્યુલન્સ મંજુર કરાવી અને તેના લોકાર્પણ કાર્યક્રમ માં ઉંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ,જિ.પં મહેસાણા ના કારોબારીના અધ્યક્ષ હરીભાઈ પટેલ તાલુકા અગ્રણી લક્ષ્મણભાઈ પટેલ,ઉંઝા તાલુકાના ઉકા આરોગ્ય અધિકારી(ટી.એચ.ઓ) ડૉ પાર્થ કુમાર ઓઝા, ,જિલ્લા અનુ.જાતી મોરચા ના પ્રમુખ ઉજમભાઈ પરમાર, તાલુકા સદસ્ય વિકાસભાઈ પટેલ તથા સોનલબેન પટેલ ,પુર્વ સરપંચ બકાભાઈ બારોટ, મેડીકલ ઓફીસર ઈશાબેન ભટ્ટ આયુષ મેડીકલ ઓફીસર ડૉ. યોગેશ પટેલ , પુર્વ ઉપસરપંચશ્રી જગાભાઈ પટેલ, ભરત ભાઈ બારોટ તેમજ ગામના તથા આજુબાજુ ગામના આગેવાનો અને આરોગ્યનો તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં ધારાસભ્ય અને કારોબારી સમિ તીના અધ્યક્ષ ના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
આ તકે ધારાસભ્ય કિરીટ ભાઈપટેલદ્રારા સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આરોગ્યની દશ લાખ સુધીની મફત સારવાર માટે આયુષ્યમાન કાર્ડની અને આરોગ્યની સેવાનો લાભ લેવા જણાવ્યુ. આ ગામનો વિકાસ આ ગામના સક્રિય આગેવાનો ના લીધે થઈ રહ્યો છે તેવુ જણાવી ગામમાં ચાલી રહેલા અન્ન ક્ષેત્ર ની મુલાકત લઈ કંથરાવી અને આજુબાજુ ગામોમાં જરૂરીયાત મંદોને મફત ટીફીનસેવાનુ કાર્ય અન્ન ક્ષેત્રની સેવાકીય પ્રવૃતિ બીરદાવી આ ગામના આગેવાનો ફક્ત રાજકીય પ્રવૃતીઓ નહી પરંતુ સેવાકીય પ્રવૃતીઓમાં પણ સેવા આપી રહ્યા છે તે વાતને બીરદાવી.
આજ વિસ્તાર ના પ્રતિનિધી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હરીભાઈ પટેલે પણ કંથરાવી ગામના વિકાસના છેલ્લા ૨૫ વર્ષથી સાક્ષી રહ્યા છે. કંથરાવી ગામના તત્કાલીન ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાથે રહી વિકાસના કામોમાં સહભાગી તક મળેલ અને ત્યારાથી વિકાસની વણથંભી યાત્રા શરૂ થયેલી તે યાદ તાજી કરી કંથરાવી, વિરતા , ગોરાદ, નવાપુરા,પળી જેવા અંતરીયાળ ગામોમાં થયેલા રોડ અને પુલના તથા ગામના વિકાસના કામો ની ચર્ચા કરી અને ત્યારપછીના ચુંટાયેલા તમામ ધારાસભ્ય તેમજ સંસદસભ્ય નો તેમજ આગેવાનોના સહકાર થી હાલ થયેલા વિકાસ કામોમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ધ્વારા કંથરાવી ગામે પાણીની ટાંકી થી નવાપુરા કંથરાવી ચોકડી સુધી રૂ.૭૦.૦૦ લાખ ના ખર્ચે પ્રથમ ફાળવેલ રોડ નો જોબ નંબર મળવા બાબતે કારોબારી અધ્યક્ષશ્રી દ્રારા આભારની લાગણી વ્યકત કરી સાથે…
– કંથરાવી ગામે પળી,કંથરાવી, કોસ બોકસ નાળા કામ રૂ. ૪૫.૦૦ લાખ ના ખર્ચે સુજલામ સુફલામની યોજનામાં કામ પુર્ણ થઈ રહ્યુ છે.
– કંથરાવી ગામે અલાતોના રસ્તે ૭.૫ લાખના ખર્ચ મંજુર કરાવેલ નાળાકામ તથા ૧૧ લાખના ખર્ચે પેપલીયા તળાવ ભરવાની પાઈપ લાઈન નું કામ
– રૂ. ૨.૫૦ લાખના ખર્ચે આઝાદ ચોક ના રસ્તે માન. સંસદ સભ્ય શારદાબેન પટેલ ધ્વારા ફાળવેલ ગ્રાન્ટના કામ
– સંસદ સભ્ય જુગલજી લોખંડવાળા દ્રારા ફાળવેલ રૂ.૩.૦૦ લાખ ના વિકાસના કામ
– રૂ.૬.૫૦ લાખની પીવાના પાણી માટે પંપ , કોલમ , મોટર, કેબલ મશીનરી નુ કામ ગામના ડોડીવાસ , પ્રજાપતિવાસ, હાઈસ્કૂલ આગળ બ્લોકના કામ, આંબા તળાવના પાણી સંગ્રહનુ કામ, સુવિધા પથના રોડ નુ કામ તેમજ તાલુકા સદસ્ય વિકાસ ભાઈ પટેલે ફાળવેલા બાકડા તથા પણી પાઈપલાઈન વાલ્વ ના કામો તથા ભવિષ્ય માં ગ્રામ્ય વિસ્તારમાં સી.સી.ટી.વી નાખવા માટેની ચર્ચા સાથે આજે લોકાર્પણ કરેલ અમ્બુલન્સ વાનની જતન કરવાની જવાબદારી આરોગ્ય વિભાગ સાથે ગામલોકોની પણ છે વધુ જણાવ્યુ હતુ કે આપણું ગામ આપણું વિકાસ આ મંત્રાલય લઈને ગામ લોકો અને જન પ્રતિનિધિઓ વિકાસની હરોળમાં કંથરાવી તેમજ આસપાસના ગામનો વિકાસ કરી ગ્રામજનો ગામનો વિકાસ કરી રહ્યા છે એમ કહેવું લગીરે ખોટું નથી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!