MODASA
અરવલ્લી : મંત્રીના વતનથી થોડે દુર અને અધિકારી રાજમાં વરથું ગામે મધ્યરાત્રીએ પાણીનો પોકાર !!
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મંત્રીના વતનથી થોડે દુર અને અધિકારી રાજમાં વરથું ગામે મધ્યરાત્રીએ પાણીનો પોકાર !!
અરવલ્લી જિલ્લામાં નેતાઓ અને અધિકારીઓની ‘હોતી હે ચલતી હે’ ની નીતિથી જનતા તોબા પોકારી ઉઠી છે.માત્ર મિટિંગો,કાર્યક્રમોમાં ફોટા પડાવી સસ્તી પ્રસિદ્ધિ અને સુશાસાન ના દાવાઓ કરતા જવાબદારોના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.નેતાઓ અને અધિકારીઓ થોડો સમય મળે તો એક વાર મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાનના વતન થી થોડે દુર આવેલા વરથું ગામની એકવાર મુલાકાત લેજો કારણ કે આ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે.ગામના ગોસ્વામી ફળીમાં છેલ્લા ૧૦ દિવસ અનિયમિત અને મધ્યરાત્રી સમયે માત્ર ૩૦ મિનિટ પંચાયત દ્વારા અપાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ અડધી રાત્રે નિવેદનનો વિડીયો વાયરલ કરી તંત્ર સામે સવાલો ઉઠાવી રોષ ઠાલવ્યો હતો.