MODASA

મેઘરજના ધરોલા રોડ ઉપર થી દારૂ ઝડપાયો, તો બીજી તરફ ભિલોડાના ઝાંઝરી – ઘનસોર રોડ ઉપરથી દારૂ ઝડપાયો, લગ્ન પ્રસંગોમાં દારૂની રેલમછેલ..!!!

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજના ધરોલા રોડ ઉપર થી દારૂ ઝડપાયો, તો બીજી તરફ ભિલોડાના ઝાંઝરી – ઘનસોર રોડ ઉપરથી દારૂ ઝડપાયો, લગ્ન પ્રસંગોમાં દારૂની રેલમછેલ..!!!

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, લગ્નની સિઝન ની અંદર દારૂની રેલમછેલ થતી હોય છે. જેમાં લગ્ન પ્રસંગોમાં પણ યુવાધન ક્યાંક દારૂની ગેલમાં હિલ્લોરે ચડ્યું છે. રાજસ્થાનમાંથી ગુજરાતની અંદર દારુ ઘૂસાડવાનો પ્રયત્ન થતો હોય છે. અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસી દારૂ ઘુસાડવાના પ્રયત્નો નિષ્ફળ બનાવ્યો હતો અને એલસીબી પોલીસે બે જગ્યાએથી અલગ અલગ રીતે દારૂ ઝડપાયો હતો ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના પાણીબાર પાસે આવેલા ધરોલા રોડ ઉપરથી અપાચે મોટરસાયકલ પર લવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ ટીન નંગ 207 જેની કુલ કિંમત રૂપિયા 22,526 નો પ્રોહી મુદ્દામાલ તથા મોટરસાયકલ ની કિંમત રૂપિયા મળી કુલ 72,526 હજારનો મુદ્દા માલ પકડાયો હતો. જ્યારે બીજી તરફ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઘનસોર ગામની સીમમાં ઝાંઝરી થી ઘનસોર રોડ ઉપર મોટરસાયકલ માંથી ભારતીય બનાવટનું વિદેશી દારૂ બોટલ ટીમ 89 જેની કુલ કિંમત 12,455 /- મુદ્દામાલ તેમજ મોટર સાયકલ ની કિંમત રૂપિયા 20,000 મળી કુલ 32,455 મુદ્દામાં ઝડપી પાડવામાં આવ્યો હતો આમ મોડાસા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બે અલગ અલગ જગ્યાએથી દારૂ ઝડપી પાડ્યો હતો

Back to top button
error: Content is protected !!