MODASA

મોડાસા : લ્યો..બોલો… હવે,તો અરવલ્લી ડી.ડી.ઓ એ પણ ઉઠતી ભ્રષ્ટાચારોની ફરિયાદોનો જવાબ આપવો ન પડે એટલે ફોન રિસીવ કરવાનું મુસીબત માન્યું..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસા : લ્યો..બોલો… હવે,તો અરવલ્લી ડી.ડી.ઓ એ પણ ઉઠતી ભ્રષ્ટાચારોની ફરિયાદોનો જવાબ આપવો ન પડે એટલે ફોન રિસીવ કરવાનું મુસીબત માન્યું..?

અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે જીલ્લાનો વિકાસ રૂંધાઇ રહ્યો છે તેવી બૂમો ઉઠી છે .છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય,સંકલિત બાળ વિકાસ યોજના શાખા,સિંચાઈ,માર્ગ અને મકાન વિભાગ સહિત કચેરીઓમાં ગેરરીતિની ફરિયાદો ઉઠતી આવી છે.છતાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીનું પેટનું પાણી હલતું નથી કે શું..?.નકલી કથિત સિંચાઈ કચેરી ઝડપાયા બાદ જિલ્લાને કાળું ટીલું લાગ્યું છે.ન છૂટકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડી છે.ક્યાં સુધી આવા ભ્રષ્ટાચારિઓ ને છાવરતા રહેશો…? થોડા દિવસ પૂર્વે ICDS કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ફરજમાં સમય કરતા પહેલા ગુલ્લી મારી છટકી ગયા હતા એનો અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા સવાલો ઉઠ્યા હતા,એ બાબતે DDO એ પ્રોગ્રામ ઓફિસર પાસે અહેવાલ પણ માંગ્યો હતો.કેમ અહેવાલ આપવામાં વિલંબ કર્યો…? અહેવાલ બાબતે પુછપરછ માટે વારંવાર કોલ કરવમાં આવેલ છતાં એનું શું થતું કોઈજ જવાબ નથી…? જિલ્લા પંચાયત ભવનમાં લાગવેલ CCTV કેમેરાનું મોનીટરીંગ DDO જ કરે છે. શુ કચેરીઓ આગળ લગાવેલ કેમેરા બંધ છે…? મેઘરજ ગ્રામ પંચાયતના મહિલા તલાટી નો પતિ વહીવટ કરતો હોવાનો વિડીયો વાયરલ થયા બાદ એનો પણ ટી.ડી.ઓ પાસે અહેવાલ માંગ્યો હતો એનું શું થયું….?અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય અને મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેને જિલ્લાની અમૂક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત કરી કાર્યકરો અને લાભાર્થીઓ ને મળી સરકારની વિવિધ યોજનાઓ થકી લાભર્થીઓને મળતા લાભો વિશે પૂછતાં ગંભીર બાબતો સામે આવી હતી.બાળકોને મેનુ મુજબનો નાસ્તો,લાભાર્થી બહેનોને પોષણ પૂર્ણ આહાર અપાતો ન હોવાની,આંગણવાડીના ખરીદી દરેક બીલ દીઠ 50 ટકા જે તે સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ દ્વારા ઉઘરાણા તેમજ આંગણવાડી દીઠ એક હજાર રૂપિયાનું પણ ઉઘરાણું કરવામાં આવતું હોવાનું મુલાકાત દરમિયાન જણાવા મળતા,ચેરમેને અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના અધિકારીને પત્ર લખ્યો હતો શુ એ પાયાવિહોણા આક્ષેપ હતા…?માલપુર તાલુકાના હેલોદર જિલ્લા પંચાયત શીટના ભાજપના જિલ્લા સદસ્યએ પોતાના ગામમાં જ છેલ્લા 5 વર્ષ માં 2.5 કરોડ ફાળવી એક જ કામ ના અલગ અલગ યોજના અંતર્ગત બિલો કાઢી સંભવિત મોટો ભ્રષ્ટાચાર અચર્યો હોવાના આક્ષેપ સાથે ભાજપના જ કાર્યકર બિપિન ચૌધરીએ અરવલ્લી જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.શુ આવી લાલિયાવાડી નો ક્યારે અંત આવશે તે એક સવાલ છે.

Back to top button
error: Content is protected !!