મોડાસા તાલુકાના રોહિત સમાજ નો સમૂહ પંચમ લગ્ન ઉત્સવ કોલીખડ ગામે યોજાયો,27 યુગલો એ પ્રભુતા પગલા માંડ્યા

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકાના રોહિત સમાજ નો સમૂહ પંચમ લગ્ન ઉત્સવ કોલીખડ ગામે યોજાયો,27 યુગલો એ પ્રભુતા પગલા માંડ્યા

મોડાસા તાલુકાના રોહિત સમાજ નો સમૂહ પંચમ લગ્ન ઉત્સવ યોજાયો. ઉનાળાની કાળજાળ ગરમી અને આકાશ અગન ગોળો આંકી રહ્યું હોય. ત્યારે મોડાસા પરગણા રોહિત સમાજ વિકાસ મંડળ દ્વારા આયોજિત મોડાસા ના કોલીખડ ગામ નજીક રોહિત સમાજ પંચમ સમૂહ લગ્નોત્સવ 27 યુગલો એ પ્રભુતા પગલા માંડ્યા હતા રોહિત સમાજના યુવાનો સંગઠિત બની વસંત પંચમી દિવસે પણ આગોતરું 15 લાખ નું દાન મેળવી સુંદર કાર્યક્રમનું આયોજન કરેલ છે. કહેવાય છે કે જેના મન મક્કમ અને ઈમાનદારી નિષ્ઠા પૂર્વક જ્યારે સામાજિક કાર્યક્રમ થતા હોય ત્યારે કુદરત પણ સાથ આપતું હોય છે. વરસાદે આજના દિવસે વિરામ લીધો હોય તેમ આજના શુભ દિને રાહત આપી હતી. પ્રંસગ ને લાગતું ભાષણ ખડોલ ગામ ના વતની પૂરવ કુમાર પિયુષભાઈ એ આપ્યું હતું. રોહિત સમાજ 5 મો સમૂહ લગ્ન્નોત્સવ માં રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારે 27 નવ દંપતિને આશીર્વાદ આપ્યા હતા. રોહિત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને સભ્યોએ હાજર પત્રકાર બાબુ સિંહ ચૌહાણ, ઐયુબ ભાઈ સુથાર ને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.આપ્રસંગે મોડાસા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પ્રાંતિજ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઇ ભાભી, સમૂહ લગ્ન ઉત્સવ સમિતિના પ્રમુખ, ભોજન દાતા રાકેશભાઈ શાહ, કોંગ્રેસના કાર્યકર્તા ચિરાગભાઈ ઉપાધ્યાય, જયંતીજી ઠાકોર, સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા





