ભિલોડા : ધંધાસણ ગામે વીજળી પડતા બે યુવકના મોત નીપજ્યા,ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રસ્તા પર વાહનોની લાઈનો લાગી r
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
ભિલોડા : ધંધાસણ ગામે વીજળી પડતા બે યુવકના મોત નીપજ્યા,ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે રસ્તા પર વાહનોની લાઈનો લાગી
હવામાન વિભાગની આગાહીને પગલે અરવલ્લી જિલ્લામાં પણ સાંજના સમયે અચાનક ભારે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં વિવિધ વિસ્તારના ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ પડ્યો હતો. માલપુર, મેઘરજ, ભિલોડા, બાયડ, ધનસુરા સહિત અનેક વિસ્તારમાં વાવાઝોડું ફૂંકાયું હતું.વાવાઝોડું ફૂંકાતા રસ્તાઓ પર ઝાડ પણ ધરાશય થયા હતા. જેના કારણે બાયડ કપડવંજ રોડ પર ભારે વાહનોની કતારો લાગી હતી
મળતી માહિતી અનુસાર ભિલોડા તાલુકાના ધંધાસણ ( પાલ્લા) ગામે સાંજના 7 વાગ્યાના સમય ની આજુબાજુ ભારે પવન અને ગાજવીજ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું તે સમયે વરસાદ થી બચવા માટે લગ્ન પ્રસંગ સમયે આવેલા બે યુવાનો ગામમાં પંચાયત મકાન પાસે ઊભા થઈ ગયા હતા અને ભારે પવન અને કડાકા સાથે અચાનક વીજળી પડતા ઊભા રહેલા બંને યુવકો પર વીજળી પડી હતી અને વિજળી પડતાના સમયે જ બંને યુવકના મોત નીપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી બંને યુવકના મૃત દેહને પી એમ અર્થ એ શામળાજી સિવિલ ખાતે લાવામાં આવ્યા હતા