NATIONAL

દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો, ધોરણ 10 અને 12 સિવાય તમામ શાળા બંધ રાખવાનો આદેશ

કેન્દ્રના વાયુ ગુણવત્તા પેનલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ફેઝ-4 હેઠળ દિલ્હી-NCR માટે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે, આ સોમવાર સવારે 8 વાગ્યાથી લાગૂ થશે. જેમાં ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ અને પબ્લિક પ્રોજેક્ટ્સના નિર્માણ પર અસ્થાયી રોક સામેલ છે.

દેશની રાજદાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે. જેને લઈને દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો છે. જે હેઠળ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી બની ચૂકી છે કે દિલ્હીની શાળાઓમાં સોમવારથી ફિઝિકલ ક્લાસ બંધ કરવાનું એલાન કરાયું છે. GRAP-4ના પ્રતિબંધોના કારણે શાળાઓ ઓનલાઈન મોડમાં શિફ્ટ કરી દેવાશે. ધોરણ 10 અને 12 સિવાય તમામ શાળા બંધ રાખવાનો આદેશ આપી દેવાયો છે.

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, સોમવારે GRAP-4 લાગુ થવાની સાથે જ ધોરણ 10 અને 12 સિવાય તમામ વિદ્યાર્થીઓ માટે ફિઝિકલ ક્લાસ બંધ કરી દેવાશે. તમામ શાળા આગામી આદેશ સુધી ઓનલાઈન મોડમાં ક્લાસ લેશે.

કેન્દ્રના વાયુ ગુણવત્તા પેનલે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ફેઝ-4 હેઠળ દિલ્હી-NCR માટે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે, આ સોમવાર સવારે 8 વાગ્યાથી લાગૂ થશે. જેમાં ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ અને પબ્લિક પ્રોજેક્ટ્સના નિર્માણ પર અસ્થાયી રોક સામેલ છે.

આ વચ્ચે દિલ્હી સરકારમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાય સોમવારે બપોરે 2 વાગ્યે દિલ્હી સચિવાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તેઓ GRAP-4 અને દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ પર ચર્ચા કરી શકે છે. આ પહેલા ગોપાલ રાય બપોરે 12 વાગ્યે તમામ સંબંધિત વિભાગોના પ્રમુખો સાથે બેઠક કરશે. જણાવી દઈએ કે, AQI રવિવાર સાંજે 7 વાગ્યે 457 સુધી પહોંચ્યું છે.

Back to top button
error: Content is protected !!