KUTCHMANDAVI

પવનચક્કીમાંથી થયેલ વાયર ચોરી કરનાર આરોપીઓને પકડી પાડતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ”

ટુટી ગયેલ પવનચક્કીમાંથી વાયરો કાપી ચોરી કરેલ હોવાની હકીકત જણાવતાં આરોપીઓ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૬ ઓક્ટોબર : પશ્ચિમ કચ્છ-ભુજના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને બાતમી હકીકત મળેલ કે, સોમાભાઇ શામજીભાઈ પરમાર રહે. રામનગરી ભુજ વાળો જે પોતાના રહેણાક મકાન ખાતે હાજર છે અને તે કેબલ વાયરોની ચોરી કરી લાવેલ છે અને આ કેબલ વાયરોનો જથ્થો પોતાના રહેણાક મકાને સંતાડી રાખેલ છે અને હાલે તે વેચવાની ફીરાકમાં છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સોમાભાઇ શામાજીભાઈ પરમાર તથા કીશોર કાન્તીભાઈ દાતણીયા વાળાઓ મળી આવતા મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જાણાવેલ કે, આશરે એક દોઢ મહીના પહેલા અમે બન્ને તથા શંકર જીવણ પરમાર રહે. કામરુદેસ ભુજ તથા વલકુ પુના વાઘેલા રહે. મુન્દ્રા વાળા સાથે મળી નાના આસંબીયા ગામની બાજુમાં એક ટુટી ગયેલ પવનચક્કીમાંથી વાયરો કાપી ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ કોપરના વાયરોના ટુકડા વજન ૧૫૦ કી.ગ્રા. કી.રૂ. ૪૫,૦૦૦/-,કટર કી.રૂ. ૧૦૦૦/-,બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ મુદામાલ તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડવાના બાકી આરોપી- શંકર જીવણ પરમાર રહે. કામરુદેસ ભુજ,વલકુ પુના વાઘેલા રહે. મુન્દ્રા

આરોપીઓ નાં શોધી કાઢેલ ગુનાહિત ઇતિહાસ – કોડાય પોલીસ સ્ટેશન એ. પાર્ટ ગુ.ર.નં. ૦૨૮૧/૨૦૨૪, બી.એન.એસ. કલમ ૩૦૩(૨)મુજબ.

Back to top button
error: Content is protected !!