જમ્મુ કાશ્મીરમાં સેનાના વાહન પર આતંકી હુમલામાં 4 જવાન શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુના કઠુઆના બિલાવરના ધડનોતા વિસ્તારમાં સેનાના વાહન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ હુમલામાં સેનાના 4 જવાન શહીદ થયા હોવાના સમાચાર છે અને 6 જવાન ઘાયલ છે. મળતી માહિતી અનુસાર આતંકવાદી ગ્રેનેડ લઇને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાવવાના ઇરાદાથી તેને ફેક્યો હતો અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. બન્ને તરફથી ફાયરિંગ ચાલુ છે.
જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં બદનોટા ગામના જેંડા નાલા પાસે બપોરે 3.30 વાગ્યે ભારતીય સેનાના નિયમિત પેટ્રોલિંગ વાહન પર આતંકવાદી હુમલામાં 4 ભારતીય સેનાના જવાનજવાન શહીદ થયા છે જયારે 6 ઘાયલ થયા છે. ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે. સૈન્ય દળ વિસ્તારમાં પહોંચી ગયો છે.
ડિફેન્સ અધિકારીઓએ આ હુમલાને લઇને કહ્યું કે, “જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના માચેડી વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્તાર ભારતીય સેનાના 9 કોર્પ્સ હેઠળ આવે છે. આતંકવાદીઓના ફાયરિંગ બાદ અમારા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી છે. વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.”