NATIONAL

આંગણવાડી કાર્યકર્તાની ભુલના કારણે 40 અપરણિત યુવતીઓ ગર્ભવતી જાહેર !!!

વારાણસીમાં એક વિચિત્ર અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 40 કુંવારી યુવતીઓને ગર્ભવતિ ગણાવી દેવાઇ હતી. આ યુવતીઓને મંત્રાલય તરફથી તેમનું પોષણ ટ્રેકરમાં નોંધણી થઇચુકી છે અને તેઓ સ્તનપાન માટેની સલાહ પડષ્ટાહાર જેવી સેવાઓનો લાભ ઉઠાવી શકે છે. આ મેસેજ મળ્યા બાદ ગામમાં હડકંપ મચી ગયો હતો.

વારાણસીના મલહિયા ગામમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં મહિલા અને બાલ વિકાસ મંત્રાલય તરફથી 40 કુવારી યુવતીઓને ગર્ભવતિ જાહેર કરી દેવામાં આવી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે આ યુવતીઓને મંત્રાલય તરફથી મેસેજ મળ્યો. જેમાં જણાવાયું કે, તેમનું પોષણ ટ્રેકરમાં નોંધણી થઇ ચુકી છે અને આંગણવાડી કેન્દ્રથી વિભિન્ન સેવાઓ જેવી કે સ્તનપાન પર પરામર્શ, વૃદ્ધિમાપ, સ્વાસ્થય રેફરલ સેવાઓ અને રસીકરણ જેવી સુવિધાઓનો લાભ લઇ શકે છે.
મોબાઇલ પર આવેલા મેસેજમાં પૃષ્ટાહાર સેવાનો પણ ઉલ્લેખ હતો. આ સંદેશ જોઇને યુવતીઓ અને તેમના પરિવારોમાં હડકંપ મચી ગયો. ગ્રામ પ્રધાનના માધ્યમથી મુખ્ય વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી. ત્યાર બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી. સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી તો સામે આવ્યું કે, આંગણવાડી કાર્યકર્તાની ભુલના કારણે આ સંદેશ લગભગ 40 યુવતીઓને મોકલી દેવામાં આવી.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ સેવા સામાન્યત ગર્ભવતી મહિલાઓ અને નાના બાખલો માટે હોય છે, જો કે આંગણવાડી કાર્યકર્તાની ભુલના કારણે વોટર રજિસ્ટ્રેશ માટે નોંધણી કર રહેલી યુવતીઓને પૃષ્ટાહારમાં નોંધણી કરી દીધી. જેના કારણે આ યુવતીઓને આ મેસેજ મળ્યો કે તે ગર્ભવતિ છે. આંગણવાડી કાર્યકર્તાએ પોતાની ભુલનો સ્વિકાર કર્યો.

Back to top button
error: Content is protected !!