
તા.૧૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચએ અંતર રાજ્ય વાહન ચોરી કરતા રાજસ્થાન રાજ્યના બે આરોપીઓને ઝડપી 
આંતરરાજ્ય વાહન ચોરી કરતા રાજસ્થાન રાજ્યના બે આરોપીઓને ઝડપી પાડતી દાહોદ ની એલસીબી પોલીસ મે. પોલીસ મહા નિરક્ષક આર. વી. અંસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના સૂચનાઓ હેઠળ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા નાવ એ જિલ્લામાં વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટ કોપના માધ્યમથી વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરવા સારું જીલ્લા એલસીબીના ટીમને જરૂરી સૂચના અને માર્ગદર્શન કરેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફની જુદી જુદી ટીમો દાહોદ ટાઉન તેમજ જિલ્લામાં વાહન ચોરીના ગુનાઓમાં સનડવાયેલ આરોપીઓ તેમજ વાહન ચોરીના ગુનાઓની ગેંગના સાગરીતોની માહિતી એકત્રિત કરવા માટે વર્ક આઉટની કામગીરીમાં કાર્યરત હતી.એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ .એમ ગામેતી નાઓ ની સૂચના મુજબ ગઇકાલ પો.સ. ઈ .આર .જે .ગામીત તથા પો. સ. ઈ ડી. આર. બારૈયા તથા પો. સ. ઈ .એસ .જે. રાઠોડ તથા એલસીબી ની ટીમ ચાકલિયા પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી થોડા ખાખરા ગામે ચાકલીયા થી દાહોદ તરફ જતા રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતા દરમિયાન ચાકલિયા બાજુથી બે ઇસમો એક નંબર વગરની બ્લેક કલરની સ્પ્લેન્ડર પ્રો મોટરસાયકલ લઈ આવતા તેઓને ઊભા રાખવાનું ઈશારો કરતા મોટરસાયકલ ચાલક ઇસમે તેની મોટરસાયકલ ધીમી પાડી પરત વાડી ઝડપથી ભાગવા જતા એ સ્ટાફ ના માણસોએ દોડી ગોલ્ડન કરી ઝડપી પાડી તેઓને મોટરસાયકલ ભાગવા બાબતે પૂછતા કોઈ સંતોષકારક હકીકત નહીં જણાવતા તેઓને પાસે મોટર સાયકલના કાગડો માનતા તેઓની પાસે નહીં હોવાનું જણાવેલ જેથી તેઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રગતિ થી પૂછપરછ કરતા પોતે પોતાના સાગર તો સાથે ભેગા મળી વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ અલગ અલગ સમયે મોટરસાયકલ ના લોક તોડી તેમજ ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી મોટરસાયકલ ચોરી કરી લાવેલ તે મોટરસાયકલ વેચાણ કરવાની ફિરાક માં નીકળેલ હોવાનું જણાવેલ અને બીજી કેટલીક ચોરી કરી લાવેલ મોટરસાયકલ ટીમ્બી ગામે અનાસ નદીના કોતરમાં સંતાડી રાખેલ હોવાનું જણાવી તે જગ્યા સ્વેચ્છાએ બતાવતા જણાવતા તેઓને સાથે રાખી તપાસ કરતાં બીજી નવ મોટરસાયકલ મળી આવેલ જે પણ નંબર વગરની હોય જેથી પોકેટ કોપ એપ દ્વારા તપાસ કરતા જેઓને કબુલાત આધારે ખાતરી તપાસ કરતા કરાવતા વાહન ચોરીના અન ડિટેક્ટેડ ગુનાહો ડિટેક્ટ થતા કાયદેસરની કાર્યવાહી કરી ચાકલિયા પો.સ્ટે. સોંપવા તજવીજ કરેલ



