NATIONAL

અજમેર શરીફ દરગાહને શિવ મંદિરનો દાવો કરતી અરજી કોર્ટમાં મંજૂર થયા બાદ વિવાદ

સંભલની જામા મસ્જિદને લઇને ઉત્તર પ્રદેશમાં વિવાદ વચ્ચે હવે રાજસ્થાનમાં અજમેર શરીફ દરગાહને લઇને વિવાદ ઉભો થયો છે. અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી કોર્ટમાં મંજૂર થયા બાદ વિવાદ ઉભો થયો છે. આ ઘટનાને લઇને હવે રાજકારણ પણ ગરમાયું છે.

ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસીરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, દરગાહ 850 વર્ષ જૂની છે અને તેનું 100 વર્ષ જૂના એક પુસ્તકના આધારે ખંડન ના થઇ શકે.

ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ચિશ્તીએ કહ્યું કે કોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી છે, એક દરગાહ કમિટી, ASI અને ત્રીજું લઘુમતી બાબતોનું મંત્રાલય છે. હું ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનો વંશજ છું, પરંતુ મને આમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી.અમે નજર રાખી રહ્યા છીએ.અમે અમારી કાનૂની ટીમના સંપર્કમાં છીએ,અમે તેમની સલાહ મુજબ જે પણ કાયદાકીય પગલાં ભરવાની જરૂર પડશે તે કરીશું.આ એક ન્યાયિક પ્રક્રિયા છે, કોઈપણને કોર્ટમાં જવાનો અધિકાર છે.

સૈયદ નસરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, આજે ભારત ગ્લોબલ શક્તિ બનવા જઇ રહ્યું છે, આપણે ક્યાર સુધી મંદિર-મસ્જિદના વિવાદમાં ફસાતા રહીશું. આપણે આવનારી પેઢીઓને શું મંદિર-મસ્જિદ વિવાદ આપીને જઇશું. સસ્તી લોકપ્રિયતા માટે લોકો એવા પગલા ભરે છે જેનાથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે. અજમેર દરગાહ સાથે આખી દુનિયાના મુસ્લિમ, હિન્દૂ, શિખ, ઇસાઇ અને તમામ ધર્મના લોકો જોડાયેલા છે, સૌની આસ્થા દરગાહ સાથે જોડાયેલી છે.

ચિશ્તીએ દરગાહના ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે તમામ ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે. અજમેરનો ઇતિહાસ 850 વર્ષ જૂનો છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી 1195માં ભારત આવ્યા હતા અને 1236માં નિધન થયું હતું. તે બાદથી અહીં દરગાહ છે. આ 850 વર્ષમાં કેટલાક રાજા-રજવાડા, મુઘલ, બ્રિટિશ અહીં આવીને પ્રસાર થયા સૌની આસ્થા જોડાયેલી છે. અહીં ચાંદીનો કટોરો જયપુર મહારાજાએ ચઢાવ્યો હતો. આ કરોડો લોકોની આસ્થાને ઠેસ છે. આ સમાજને વહેંચવા અને દેશને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
રામગોપાલ યાદવે કહ્યું કે, નાના-નાના જજ દેશમાં આગ લગાવવા માંગે છે. તાજેતરમાં જ રિટાયર થયેલા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને લઇને પણ તેમને વિવાદિત ટિપ્પણી કરી હતી. જોકે, વિવાદ બાદ તેમને યૂ ટર્ન લઇ લીધો હતો.
અજમેર શરીફ મુદ્દે ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા સપાના નેતા રામ ગોપાલ યાદવે કહ્યું,’મેં આ પહેલા પણ કહ્યું હતું, આવા નાના જજ બેઠા છે જે આ દેશને આગ લગાડવા માંગે છે.તેનો કોઈ અર્થ જ નથી. આપણા વડાપ્રધાન પોતે અજમેર શરીફમાં ચાદર મોકલે છે. ત્યાં દેશ અને દુનિયામાંથી લોકો આવે છે. તેને વિવાદોમાં સંડોવવો એ ખૂબ જ ઘૃણાજનક અને ક્ષુદ્ર માનસિકતાની નિશાની છે. ભાજપને ટેકો આપનારા લોકો સત્તામાં રહેવા માટે કંઈ પણ કરી શકે છે, દેશમાં આગ લાગે તો તેમને કોઈ વાંધો નથી. માત્ર સત્તામાં રહો.’

Back to top button
error: Content is protected !!