NATIONAL

“હું હજુ પણ જીવિત છું; જો મને ખાતરી મળે, તો હું આજે જ ભૂખ હડતાળ પાછી ખેંચી લઈશ,”:સોનમ વાંગચુક

શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને વિદ્યાર્થીઓના હકો માટે છેલ્લા 25 દિવસથી વધુ સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક સાહેબે કેન્દ્ર સરકારને એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે. તેમણે સરકાર સમક્ષ શરત મૂકી છે કે જો કેન્દ્ર સરકાર આંદોલનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાનું સત્તાવાર આશ્વાસન આપે, તો તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી દેશે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ સપ્તાહ સુધી જંતર-મંતર પર ભૂખ હડતાળ કર્યા બાદ શનિવારે પોલીસે તેમને ત્યાંથી હટાવી દીધા હતા. તેમ છતાં તેમણે પોતાનો અનશન છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને તેઓ આજે 25મા દિવસે પણ ભૂખ હડતાળ પર અડગ રહ્યા છે.

સોનમ વાંગચુક સાહેબે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહને લખેલા પત્રમાં વિનંતી કરી છે કે સરકાર આંદોલનકારી યુવાનોના ભવિષ્યની રક્ષા કરે. તેમણે પત્રમાં લખ્યું હતું કે, હું કેન્દ્ર સરકારને નમ્ર નિવેદન કરું છું કે તે સ્પષ્ટ ખાતરી આપે કે આંદોલનમાં ભાગ લેનારા કોઈપણ યુવાન પ્રદર્શનકારી સામે કોઈ દંડાત્મક, અન્યાયી કે બદલાની ભાવનાથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ વિદ્યાર્થીઓનો માત્ર એક જ ‘અપરાધ’ છે કે તેઓ દેશમાં એક નિષ્પક્ષ અને જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે અવાજ ઉઠાવી રહ્યા છે.

સોનમ વાંગચુકે ખુલાસો કર્યો કે આ સમયગાળા દરમિયાન તેણે ૧૧ કિલોગ્રામ વજન ઘટાડ્યું છે.

Back to top button
error: Content is protected !!