NATIONAL

દેશના ૨૧ રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી

દેશભરમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. આસામમાં ભયાનક પૂર આવ્યું છે. તો ભારે વરસાદને પગલે મુંબઈ શહેરમાં જળબંબાકારની સ્થિતિ બની છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખરાબ છે. જ્યારે દેશભરની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે તેમજ કેટલીક જગ્યાએ શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત દેશના 21 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે સાત રાજ્યોમાં વરસાદ પડશે, જેમાં મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કર્ણાટકમાં સામેલ છે. આ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી-એનસીઆરમાં સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જોકે સાંજ સુધીમાં ફરી ગાઢ વાદળો છવાયા હતા. પવન ફૂંકાવા લાગ્યો હતો. ત્યારે હવે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે,જ્યારે તારીખ 11-12 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગે આજે પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના 6 જિલ્લાઓ મુંબઈ, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, સાતારા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈમાં 12 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેશે. અત્યાર સુધીના વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ અને રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે. શાળા-કોલેજો બંધ છે. BMCએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરે છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ અઠવાડિયામાં સમગ્ર દેશમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. સોમવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ સક્રિય હતુ અને ટ્રફ લાઇન જેસલમેર, ચિત્તોડગઢ (રાજસ્થાન), રાયસેન, મંડલા (મ.પ્ર.), રાયપુર (છત્તીસગઢ) અને કલિંગપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધી ચાલી છે. કોંકણ, ગોવા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડવાનો વર્તારો છે. મંગળવાર અને બુધવારે કોંકણ, ગોવા, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ પડશે. ગુજરાત અને ઉત્તરી કેરળમાં ચાલતી એક ટ્રફ રેખામાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ કિનારે ચોમાસાને સક્રિય રાખ્યું છે. હવામાન વિભાગે તેના વર્તારામાં જણાવ્યું છે કે દક્ષિણ ભારત, કર્ણાટક કાંઠો અને કેરળમાં શુક્રવાર સુધી વરસાદ રહેશે. આંધ્રપ્રદેશના કાંઠાવિસ્તાર, રાયલસીમા, યાનમ (પુડ્ડુચેરી) અને તેલંગણામાં પણ ભારે વરસાદ થશે.

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે.. જે અનુસાર રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે.બનાસકાંઠા,સાબરકાંઠા,વડોદરા અને આણંદમાં ભારે વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવાઇ છે. તાપી,દમણ અને દાદરા નગરહવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. સુરેન્દ્રનગર,રાજકોટ,જૂનાગઢ અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભાવનગર,ગીર સોમનાથ અને બોટાદમાં વરસાદની સંભાવના દર્શાવાઇ છે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદનું યેલો એલર્ટ જાહેર કરાયું છે.. રાજકોટ,જામનગર,પોરબંદર અને કચ્છમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લી,ખેડા,પંચમહાલ અને પાટણમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે. અમદાવાદ,મહીસાગરમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રમાં આ તારીખોએ ભારે વરસાદની આગાહી

આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ અપાયું છે. સુરત,વલસાડ,દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી છે. તારીખ 11,12 અને 13 જુલાઈએ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button