22 દેશોનો પ્રવાસની વ્યસ્તના કારણે મોદીજીને ભારતના મણિપુર જવાનો સમય જ ન મળ્યો !!!
મણિપુરમાં ફરી હિંસા ભડકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મણિપુરની મુલાકાતે કેમ જતા નથી એ સવાલ ફરી ઉઠવા માંડયો છે. મણિપુરમાં 3 મે, 2023થી હિંસા શરૂ થઈ એ જોતાં મણિપુર છેલ્લાં દોઢ વર્ષથી હિંસાની લપેટમાં છે. આ દોઢ વર્ષમાં મોદી સાહેબ જાપાન, પપુઆ ન્યુ ગિનીયા, ઓસ્ટ્રેેલિયા, અમેરિકા, રશિયા અને યુક્રેન સહિતના દેશોની કુલ ૨૧ વિદેશ યાત્રાઓ કરી છે.
આ દેશોમાં મોદીએ 45 દિવસથી વધારે ગાળ્યા છે પણ ભારતના જ એક હિંસાગ્રસ્ત રાજ્યમાં એક દિવસ માટે પણ જવાની PM મોદી પાસે ફુરસદ નથી તેની આકરી ટીકા થઈ રહી છે. મતલબ કે, PM મોદી દોઢ વર્ષમાં દોઢ મહિનો વિદેશમાં રહ્યા પણ મણિપુર માટે એક દિવસ નથી આપી શક્યા.
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ મોદીએ મણિપુર પ્રચાર માટે જવાનું ટાળ્યું હતું અને કેન્દ્રીય મંત્રી અમિત શાહને મોકલ્યા હતા. હિસાની આગમાં સપડાયેલા દેશના જ એક રાજ્યની મોદી સંપૂર્ણ અવગણના કેમ કરી રહ્યા છે એ સવાલ પણ પૂછાઈ રહ્યો છે.
નરેન્દ્ર મોદી મણિપુરની હિંસા વિશે કશું બોલતા પણ નથી તેની પણ આકરી ટીકા થઈ રહી છે. નરેન્દ્ર મોદી છેલ્લાં દોઢ વર્ષમાં મણિપુર વિશે પણ મૌન સેવીને બેઠા છે. મણિપુરમાં દોઢ વર્ષમાં ૨૦૦થી વધારે લોકોની હત્યાઓ થઈ હોવા છતાં મોદી મણિપુર વિશે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. દેશનું એક રાજ્ય હિંસાની લપેટમાં આવેલું હોવા છતાં દેશના વડાપ્રધાન ચૂપકીદી સાધીને બેસે એ કેટલું યોગ્ય કહેવાય એવો સવાલ લોકો કરી રહ્યાં છે.
મણિપુરની હિંસા પછી મોદીની વિદેશ યાત્રાઓ
જાપાન- ૧૯-૨૧ મે, ૨૦૨૩ (૩ દિવસ)
પપુઆ ન્યુ ગિનીયા- ૨૧-૨૨ મે, ૨૦૨૩ (૨ દિવસ)
ઓસ્ટ્રેલિયા- ૨૨-૨૪ મે, ૨૦૨૩, (૩ દિવસ)
અમેરિકા- ૨૦-૨૩ જૂન, ૨૦૨૩, (૪ દિવસ)
ઈજીપ્ત- ૨૪-૨૫ જૂન, ૨૦૨૩, (૨ દિવસ)
ફ્રાન્સ- ૧૩-૧૫ જુલાઈ, ૨૦૨૩, (૩ દિવસ)
યુએઈ- ૧૫ જુલાઈ, ૨૦૨૩, (૧ દિવસ)
સાઉથ આફ્રિકા- ૨૨-૨૪ ઓગસ્ટ, ૨૦૨૩, (૩ દિવસ)
ગ્રીસ- ૨૫ ઓગસ્ટ, ૨૦૨૩, (૧ દિવસ)
ઈન્ડોનેશિયા- ૫-૭ સપ્ટેમ્બર, ૨૦૨૩, (૩ દિવસ)
યુએઈ- ૩૦ નવેમ્બર-૨ ડીસેમ્બર,૨૦૨૩, (૩ દિવસ)
યુએઈ- ૧૩-૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૪, (૨ દિવસ)
કતાર- ૧૪-૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪, (૨ દિવસ)
ભૂતાન- ૨૨-૨૩ માર્ચ, ૨૦૨૪, (૨ દિવસ)
ઈટાલી- ૧૩-૧૪ જૂન, ૨૦૨૪, (૨ દિવસ)
રશિયા- ૮-૯ જુલાઈ, ૨૦૨૪, (૨ દિવસ)
ઓસ્ટ્રિયા- ૯-૧૦ જુલાઈ, ૨૦૨૪, (૨ દિવસ)
પોલેન્ડ-૨૧-૨૨ ઓગસ્ટ, ૨૦૨૪, (૨ દિવસ)
યુક્રેન, ૨૩-૨૪ ઓગસ્ટ, ૨૦૨૪, (૨ દિવસ)
બુ્રનેઈ- ૩-૪ સપ્ટેમ્બર, ૨૦૨૪, (૨ દિવસ)
સિંગાપોર- ૪-૫ સપ્ટેમ્બર, ૨૦૨૪, (૨ દિવસ)
અમેરિકા- ૨૧-૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૪,(૨ દિવસ)