NATIONAL

‘મારી જીભ લપસી ગઈ, સોફિયા કુરેશી અને દેશની માફી માંગુ છું’, ભાજપના મંત્રીનું ત્રીજું માફીનામું

ઓપરેશન સિંદૂર દરમિયાન સોફિયાકુરેશી વિશે વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના વિજય શાહે સતત ત્રીજી વખત માફી પત્ર જાહેર કર્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે કોઈપણ ખચકાટ વિના જાહેરમાં કર્નલ સોફિયાકુરેશી અને દેશવાસીઓની હાથ જોડીને માફી માગી છે. કેબિનેટ મંત્રી કુંવર વિજય શાહે તાજેતરમાં ઓપરેશન સિંદૂરનું બ્રિફિંગ આપનારા ભારતીય સેનાના કર્નલ સોફિયાકુરેશી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કર્નલ સોફિયાકુરેશીને આતંકવાદીઓનાં બહેન ગણાવ્યા હતાં.

મધ્યપ્રદેશ હાઈકોર્ટે આ મામલાને ગંભીરતાપૂર્વક લેતાં મંત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. મંત્રીનો આ વિવાદાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. બાદમાં તેમણે સોશિયલ મીડિયા પર માફી પણ માગી હતી. પરંતુ કોર્ટે તેમની માફી સ્વીકારી ન હતી અને તેમને કોઈપણ શરત વિના માફી માગવા આદેશ આપ્યો હતો. કોર્ટ તરફથી ઠપકો મળતાં તેમણે આ માફી પત્ર જાહેર કર્યો હતો.

અવારનવાર વિવાદાસ્પદ નિવેદનો આપનારા કેબિનેટ મંત્રી વિજય શાહે સોશિયલ મીડિયા પર માફી માંગતો એક વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, હું તાજેતરમાં પહેલગામમાં થયેલા ભયાવહ હત્યાકાંડથી દુખી અને વ્યથિત હતો. હું હંમેશા રાષ્ટ્ર પ્રત્યે અપાર પ્રેમ અને ભારતીય સેના પ્રત્યે આદર વ્યક્ત કરું છું. મેં જે શબ્દો બોલ્યા છે તેનાથી સમુદાય, ધર્મ અને દેશવાસીઓને દુઃખ થયું છે. આ મારી ભાષાકીય ભૂલ હતી. મારો હેતુ કોઈ પણ ધર્મ, જાતિ કે સમુદાયને ઠેસ પહોંચાડવાનો કે નારાજ કરવાનો નહોતો. મારાથી અજાણતામાં બોલાયેલા શબ્દો માટે હું ભારતીય સેના, બહેન કર્નલ સોફિયાકુરેશી અને તમામ દેશવાસીઓની દિલથી માફી માગુ છું. હું તમારા બધાની હાથ જોડીને માફી માગુ છું.

Back to top button
error: Content is protected !!