NATIONAL

NEET UG કેસની હવે SCમાં સુનાવણી 18 જુલાઈએ થશે, પરીક્ષા ફરીથી યોજાશે કે નહીં? કોર્ટ નિર્ણય કરશે

નવી દિલ્હી. NEET UG કેસની સુનાવણી ગુરુવાર પર મુલતવી રાખવામાં આવી છે. કોર્ટે જણાવ્યું કે આ કેસની સુનાવણી હવે 18 જુલાઈએ હાથ ધરવામાં આવશે. અરજદારોને કેન્દ્ર અને એનટીએ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામા પર તેમના જવાબો દાખલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે.
આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની હતી. શું NEET UG 2024 પરીક્ષા રદ કરીને ફરીથી લેવામાં આવશે? આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
CJE DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. બુધવારે કેન્દ્ર સરકાર અને NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) એ એફિડેવિટ દાખલ કરી હતી.
કેન્દ્ર સરકારે એફિડેવિટમાં શું કહ્યું?
બુધવારે NEET પેપર લીક કેસમાં કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. એફિડેવિટમાં જણાવાયું છે કે NEET-UG પરીક્ષામાં કોઈ મોટા પાયે ગોટાળો થયો નથી. કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે NEET પરીક્ષા ફરીથી યોજવાના પક્ષમાં નથી.

કોર્ટ પરીક્ષાની ‘પવિત્રતા’ અંગે ચિંતિત
તમને જણાવી દઈએ કે NEET UG 2024 પ્રવેશ પરીક્ષા આ વર્ષે 5 મેના રોજ યોજાઈ હતી. છેલ્લી સુનાવણી દરમિયાન CJIએ કહ્યું હતું કે પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં એટલે કે લગભગ 24 લાખને ધ્યાનમાં રાખીને ફરીથી પરીક્ષાનો આદેશ આપવો યોગ્ય નથી. છેલ્લી સુનાવણીમાં, CJIએ કહ્યું હતું કે કોર્ટ NEET પરીક્ષાની ‘પવિત્રતા’ વિશે ચિંતિત છે જેથી આવી ઘટનાઓ ફરીથી ન બને. જો સરકાર દ્વારા આની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હોય, તો તેનો વિગતવાર અહેવાલ સુપરત કરો.

Back to top button
error: Content is protected !!