AMRELI CITY / TALUKOGUJARATJAFRABAD

કડિયાળી ગામના અને જુનાગઢ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ દેવેન્દ્રભાઈ પરમાર નું દુઃખદ અવસાન

રિપોર્ટ કિશોર સોલંકી જાફરાબાદ

જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામના અને જુનાગઢ પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ દેવેન્દ્રભાઈ પરમાર નું દુઃખદ અવસાન થતાં નાના એવા કડિયાળી ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સિદી ની કડિયાળી ગામે જન્મેલા અને જુનાગઢ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ દેવેન્દ્રભાઈ પરમાર નું તા/૨૧/૧૨/૨૦૨૪ ના રોજ અવસાન થતાં તેઓના માદરે વતન કડિયાળી લાવી ને તે ઓની અંતિમ વિધિ જાફરાબાદ ખાતે કરવામાં આવી હતી અને જાફરાબાદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર (સલામી) આપવામાં આવી હતી તે ઓનું અવસાન થતાં કડિયાળી ગામમાં શોકનું મોજું ફરી કર્યું હતું તેઓ પ્રમાણિક અને મિલનસાર હસમુખા સંભાવના હતાં અને તેઓ ચારોં મિત્ર મંડળ ધરાવતા હતા તે ઓનું દુઃખદ અવસાન થવાથી તેઓના કુટુંબ ઉપર શોકની લાગણી પ્રસરી ગઇ છે. તેઓ મધ્ય કુટુંબમાં જન્મેલા હતાં તેઓના કુટુંબ ના સભ્યો ને ઉચ્ચ શિક્ષણ મેળવવા પોતાનો અમુલ્ય ફાળો હતો જાફરાબાદ ખાતેના સીટીઝન ફોરમ ઓન હ્યુમન રાઇટ્સ ના નેશનલ ચેરમેન એચ.એમ.ઘોરી એ તેમજ સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ આર. સોલંકી તથા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી તથા પત્રકાર ભરતભાઈ બારૈયા તથા પત્રકારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કડિયાળી ગામના પત્રકાર બાબુભાઈ વાઢેળે શ્રધાંજલિ અર્પણ કરી હતી અને તેમના ભાઈ હરેશભાઇ પરમારે અમરેલી ખાતે એસપી કચેરી વહીવટી શાખા મા ફરજ બજાવી રહ્યા છે. સ્વ આત્માને પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના છે. ઓમ શાંતિ ઓમ શાંતિ

Back to top button
error: Content is protected !!