NATIONAL

NTAએ ગત 3 મેના રોજ લેવાયેલી NEET 2026ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી

NEET-UG 2026 ની 3 મેના રોજ યોજાયેલી પરીક્ષા NTA દ્વારા રદ કરવામાં આવી છે. પેપર લીક અંગે કેન્દ્રીય એજન્સીઓ પાસેથી મળેલી માહિતી અને તપાસના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. NTA હવે નવી તારીખ બાદમાં જાહેર કરશે.

પેપર લીક થવાના આરોપો સામે આવ્યા બાદ 3 મેના રોજ યોજાયેલી NEET UG 2026 પરીક્ષા હવે રદ કરવામાં આવી છે. સરકારે CBI તપાસનો આદેશ આપ્યો છે અને NTAએ પુષ્ટિ કરી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ NTA દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી અને ફી પણ પાછી આપવામાં આવશે.

પેપર લીક થવાના આરોપો સામે આવ્યા બાદ 3 મેના રોજ યોજાયેલી NEET UG 2026 પરીક્ષા હવે રદ કરવામાં આવી છે. સરકારે CBI તપાસનો આદેશ આપ્યો છે અને NTAએ પુષ્ટિ કરી છે કે પરીક્ષા ફરીથી લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખ NTA દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી અને ફી પણ પાછી આપવામાં આવશે. આ દરમિયાન જાણો અત્યાર સુધી શું થયું અને હવે શું થશે.

NTAના સત્તાવાર નિવેદન મુજબ, “પરીક્ષા ચાલુ રાખવી શક્ય નહોતી” કારણ કે તમામ પુરાવા અને માહિતીની સમીક્ષા બાદ પરીક્ષા પ્રક્રિયા પર શંકા ઊભી થઈ હતી. આ પગલું પરીક્ષાની પારદર્શકતા અને વિશ્વસનીયતા જાળવવા માટે જરૂરી હતું.

NEET 2026 પેપર લીક ટાણે બિહારમાં એક સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ થયો છે, જે એક ઉમેદવાર પાસેથી સીટ અપાવવા માટે રૂપિયા 50થી 60 લાખ વસૂલતી હતી. 2 મેના રોજ નાલંદા પોલીસે પાવાપુરી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન બે લક્ઝરી ગાડીઓમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં મુખ્ય આરોપી અવધેશ કુમાર VIMS મેડિકલ કૉલેજનો MBBSનો વિદ્યાર્થી છે. તેના મોબાઇલ તપાસતા આખું નેટવર્ક સામે આવ્યું હતું. ત્યારબાદ મુઝફ્ફરપુર સહિત અન્ય જિલ્લાઓમાં દરોડા પાડીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઉજ્જવલ હજુ ફરાર છે. જે  પાવાપુરી મેડિકલ કૉલેજનો 2022 બેચનો વિદ્યાર્થી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ ઉમેદવારો પાસેથી રૂપિયા 1.5થી 2 લાખ ઍડ્વાન્સ પેમેન્ટ લેતી હતી. ત્યારબાદ અસલ ઉમેદવારની જગ્યાએ પરીક્ષા કેન્દ્ર પર ‘સોલ્વર'(બીજી વ્યક્તિ)ને બેસાડવાની તૈયારી કરવામાં આવતી હતી. ઝડપાયેલા આરોપીઓમાં ડૉક્ટરનો પુત્ર હર્ષરાજ અને અન્ય સાગરીતોનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓને 5 મેના રોજ કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી દેવાયા છે.

બીજી તરફ રાજસ્થાનમાં તપાસ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી હસ્તલિખિત ગેસ પેપર (અનુમાનિત પેપર) મળી આવ્યા હતા, જેમના પ્રશ્નો અસલ પેપર સાથે મળતા આવે છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ(SOG) એ સીકર અને અન્ય વિસ્તારોમાંથી 13 શંકાસ્પદોની અટકાયત કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે 720 માર્ક્સમાંથી 600 માર્ક્સના પ્રશ્નો પરીક્ષાના બે દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા. કેરળની મેડિકલ કૉલેજના એક વિદ્યાર્થીએ આ પ્રશ્નો સીકરમાં તેના મિત્રને મોકલ્યા હોવાનું મનાય છે.

NTA એ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં. પરીક્ષા કેન્દ્રોમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નવી પરીક્ષા માટે નવા એડમિટ કાર્ડ ઇશ્યુ કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા તેમની ફી પણ રિફંડ કરવામાં આવશે.

મેડિકલના અભ્યાસ માટે આયોજિત આ પરીક્ષામાં આશરે 22 લાખ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, હવે તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, આના માટે વધારાની કોઈ ફી લેવામાં નહીં આવે.

નીટ (યુજી) પરીક્ષા રદ થયા બાદ, વિપક્ષે મોદી સરકારની નિંદા કરી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ હવે પરીક્ષા નથી રહી. નીટ એક હરાજી બની ગઈ છે.”

પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ દિલ્હીમાં વિરોધપ્રદર્શન કર્યું છે.

એનએસયુઆઇના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદ જાખડે જણાવ્યું હતું કે , “દેશભરના વિદ્યાર્થીઓ રસ્તા પર છે, તેઓ માગ કરી રહ્યા છે કે સરકાર ક્યાં છે. મહેનતથી તૈયારી કરનારાઓનું ભવિષ્ય વૉટ્સઍપ અને ટેલિગ્રામ ગ્રૂપમાં પાંચ-પાંચ હજરા રૂપિયામાં વેચવામાં આવ્યું છે.”

“હું સરકાર પાસે માગ કરું છું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો આવી રીતે પેપર લીક થતાં રહે, તો આ વાત જણાવે છે કે મોદી સરકાર અને એનટીએ પરીક્ષા લેવામાં સક્ષમ નથી.”

Back to top button
error: Content is protected !!