ધોરણ ૫ અને ૮ માં ભણતા વિદ્યાર્થીઓ માટે.સૈનિક સ્કુલમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષાના ફોર્મ ભરવાનું શરૂ

તારીખ ૨૭/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
વર્ષ ૨૦૦૭ થી જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક શાળા તથા એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલની પ્રવેશ પરીક્ષાના અભ્યાસક્રમની તૈયારી કરાવતી ટેલેન્ટ સર્ચ એકેડેમી ના સંચાલક દિનેશ બારીઆ દ્વારા જણાવવા માં આવ્યું છે કે,ચાલું વર્ષે જે વિદ્યાર્થીઓ ધોરણ ૫ તથા ધોરણ ૬ માં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને સૈનિક શાળામાં પ્રવેશ મેળવવા માટે એક તક આવી છે. શાળામાં પ્રવેશ માટે AISSEE (All India Sainik School Entrance Exam) પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે અને જે વિદ્યાર્થીઓ ઉચ્ચ મેરીટ ના ધોરણે ઉતીર્ણ થાય તેવા વિદ્યાર્થીઓને ધોરણ ૬ અને ધોરણ ૯ માં પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાના શરું થઈ ગયા છે અને ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે.વધુમાં જણાવ્યું છે કે, સૈનિક સ્કૂલ સોસાયટી (SSS) એ ભારત સરકારના સંરક્ષણ (રક્ષા) મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. સોસાયટી સૈનિક શાળાઓ ચલાવે છે. સૈનિક શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંલગ્ન અંગ્રેજી માધ્યમની નિવાસી શાળાઓ છે. સૈનિક શાળાઓ કેડેટ્સને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા (પુણે), ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા અને અધિકારીઓ માટે અન્ય તાલીમ એકેડમીમાં જોડાવા માટે તૈયાર કરે છે. હાલ દેશ ભરમાં કુલ ૩૩ સૈનિક શાળાઓ છે.ગુજરાતમાં જામનગર જિલ્લામાં બાલાછડી ખાતે એક સૈનિક સ્કુલ આવેલી છે, તે ઉપરાંત વર્ષ (૨૦૨૩-૨૪) થી નવી ત્રણ સૈનિક સ્કુલ વિસાવદર, મહેસાણા તથા પાલનપુર ખાતે શરૂ થઈ છે.સૈનિક શાળાઓ ધોરણ ૬ અને ધોરણ ૯ માં પ્રવેશ આપે છે . પ્રવેશ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા (AISSEE) ના મેરિટ પર આધારિત છે.સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાઈ રહ્યા છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે.ભારતની મુખ્ય ૩૩ સૈનિક સ્કૂલ સહિત અન્ય નવી બનેલ સ્કૂલમાં પણ પ્રવેશ આપવામાં આવશે.પરીક્ષાની તારીખ પછી થી વેબ સાઈટ પર મુકાશે આ પ્રવેશ પરીક્ષા અમદાવાદ, જામનગર, મહેસાણા,સુરત, જૂનાગઢ કેન્દ્રો પર લેવાશે. સૈનિક સ્કૂલ માં પ્રવેશ ફોર્મ ભરવા માટેની વેબ સાઈટ : exam.nta.ac.in/AISSEE/ તથા www.ssbalachadi.org છે.TALENT SEARCH ACADEMY ના સંચાલક દિનેશ બારીઆ એ જણાવ્યું છે કે, આવી પ્રવેશ પરીક્ષાઓના અભ્યાસક્રમની તૈયારી કરાવવા માટે છેલ્લા ૨૦ વર્ષથી અમારી સંસ્થા કામ કરે છે.જવાહર નવોદય વિદ્યાલય, સૈનિક શાળા તથા એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલમાં લગભગ ૧૦૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ અમારી સંસ્થામાં તૈયારી કરીને પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા છે. ચાલું વર્ષે પણ આ પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે અમારા તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવવો હોય તો ૯૦૯૯૬૯૮૯૬૮ નંબર ઉપર વહેલી તકે સંપર્ક કરવો.આપના બાળકોને આવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અપાવો અને અનુભવી તથા પરિણામલક્ષી તાલીમ વર્ગમાં તૈયારી કરાવીને પરીક્ષા અપાવો અને સફળતા મેળવો એમ જણાવ્યું છે.





