NATIONAL

પતંજલિનું સુપ્રીમમાં સોગંધનામું, પ્રતિબંધો બાદ 14 ઉત્પાદનોનું વેચાણ- જાહેરાત રોકી દીધી

બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ લિમિટેડે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, હાલમાં તેમની કંપનીએ 14 ઉત્પાદનોનું વેચાણ અટકાવી દીધું છે, જેનું ઉત્પાદન લાયસન્સ એપ્રિલમાં ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પતંજલિએ જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠને જણાવ્યું કે, તેમણે 5,606 ફ્રેન્ચાઈઝી સ્ટોર્સને આ પ્રોડક્ટ્સ પાછી ખેંચી લેવાનો નિર્દેશ આપ્યો છે.

પતંજલિ આયુર્વેદે કહ્યું કે, તમામ મીડિયા પ્લેટફોર્મને પણ આ 14 ઉત્પાદનોની તમામ પ્રકારની જાહેરાતો પાછી ખેંચી લેવા માટે સૂચના આપવામાં આવી છે. ખંડપીઠે પતંજલિ આયુર્વેદને બે સપ્તાહની અંદર એફિડેવિટ દાખલ કરીને એ બતાવવા નિર્દેશ આપ્યો હતો કે, શું જાહેરાતો દૂર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલા અનુરોધનું પાલન કરાયું છે. શું આ 14 ઉત્પાદનો માટેની જાહેરાતો પાછી ખેંચી લેવામાં આવી છે.

પતંજલિ મામલે આગામી કેસની સુનાવણી 30મી જુલાઈએ થશે. સુપ્રીમ કોર્ટમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી ચાલી રહી છે, જેમાં પતંજલિ પર કોવિડ રસીકરણ અભિયાન અને આધુનિક તબીબી પ્રણાલીઓ વિરુદ્ધ પ્રચાર અભિયાન ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ ઓથોરિટીએ કોર્ટને જણાવ્યું હતું કે પતંજલિ આયુર્વેદ લિમિટેડ અને દિવ્યા ફાર્મસીના 14 ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટે 14 મેના રોજ ભ્રામક જાહેરાતના કેસમાં યોગ ગુરુ રામદેવ, તેમના સહયોગી બાલકૃષ્ણ અને પતંજલિ આયુર્વેદ લિમિટેડને આપવામાં આવેલી અવમાનના નોટિસ પર પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો.  જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પતંજલિએ જાહેરમાં માફી માગતા કહ્યું કે આ ભૂલનું પુનરાવર્તન નહીં થાય.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button