NATIONAL

ટોલ પ્લાઝા પર નકલી સોફ્ટવેર અપલોડ કરી કરોડો રૂપિયાનું કૌભાંડ

દેશભરમાં 200 થી વધારે ટોલ પ્લાઝા પર સોફ્ટવેર દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ આચરનારા ત્રણ લોકોની STF ના વારાણસી અને લખનૌ યુનિટે ધરપકડ કરી છે. મિર્ઝાપુરના લાલગંજ સ્થિત અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડા પાડી આ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. આરોપીએ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પ્રકારનું કૌભાંડ આચરી NHAI ને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, મુખ્ય આરોપી આલોક કુમાર સિંહે MCA નો અભ્યાસ કર્યો છે અને તેને સોફ્ટવેર બનાવવાની સંપૂર્ણ જાણકારી છે. તેણે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જે ટોલ પ્લાઝાના કોમ્પ્યુટર સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરી દેવાયું હતું. આ સોફ્ટવેર ફાસ્ટ ટેગ રહિત વાહનો પાસેથી વસુલવામાં આવતાં બમણાં ટોલ ટેક્સને NHAI સિસ્ટમથી અલગ કરી દેતું હતું.

STF અનુસાર, આરોપીઓએ આ સોફ્ટવેરને 42 ટોલ પ્લાઝા પર ઇન્સ્ટોલ કર્યું હતું. આલોક કુમાર સિંહે જણાવ્યું કે, તેણે આ કૌભાંડ ટોલ પ્લાઝાના માલિકો અને મેનેજરની મદદથી આચર્યું હતું. આ કૌભાંડ દ્વારા હાંસલ કરવામાં આવેલી રકમને ટોલ કર્મી અને પોતાના સાથીઓ વચ્ચે વહેંચવામાં આવતી હતી.

સમગ્ર કૌભાંડમાં વારાણસીનો રહેવાસી આલોક સિંહ, મધ્ય પ્રદેશનો રહેવાસી મનીષ મિશ્રા, પ્રયાગરાજનો રહેવાસી રાજીવ કુમાર મિશ્ર સામેલ હતો. હાલ, આ તમામની સામે મિર્ઝાપુરના લાલગંજના પોલીસ સ્ટેશનમાં BNS ની ધારા 316(2), 319(2), 318(4), 338, 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના બે લેપટોપ, એક પ્રિન્ટર, પાંચ મોબાઈલ ફોન અને એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉપરોક્ત ટોલ પ્લાઝા પર કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું 

નંબરટોલ પ્લાઝાસ્થાન
1હરો ટોલ પ્લાઝાપ્રયાગરાજ ઉત્તર પ્રદેશ
2મુંગારી ટોલ પ્લાઝાપ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ
3ઉમાપુર ટોલ પ્લાઝાપ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ
4અન્દી ટોલ પ્લાઝાઆઝમગઢ, ઉત્તર પ્રદેશ (એ.કે. સીસી. કંપની)
5બાગપત ટોલ પ્લાઝાબાગપત, ઉત્તર પ્રદેશ (એ.કે. સીસી. કંપની)
6ફરીદપુર ટોલ પ્લાઝાબરેલી, ઉત્તરપ્રદેશ
7પત્નીપ્રતાપપુર ટોલ પ્લાઝાશામલી, ઉત્તર પ્રદેશ
8અતરૈલા શિવ ગુલામ ટોલ પ્લાઝામિરઝાપુર, ઉત્તર પ્રદેશ
9નૈનસાર ટોલ પ્લાઝાગોરખપુર, ઉત્તર પ્રદેશ
10ચિકલી ટોલ પ્લાઝાગોરખપુર, ઉત્તર પ્રદેશ
11ઝંગબાની ટોલ પ્લાઝામધ્ય પ્રદેશ
12મોહતારા ટોલ પ્લાઝામધ્ય પ્રદેશ (એ.કે. સીસી. કંપની)
13શાલીબાડા ટોલ પ્લાઝામધ્ય પ્રદેશ
14શહડોલ ટોલ પ્લાઝામધ્ય પ્રદેશ
15ગહરા ટોલ પ્લાઝામધ્ય પ્રદેશ
16ફુલૈરા ટોલ પ્લાઝાજયપુર રાજસ્થાન
17કાદીશહના ટોલ પ્લાઝારાજસ્થાન (એ.કે. સીસી. કંપની)
18શાહપુર ટોલ પ્લાઝારાજસ્થાન
19શાઉલી ટોલ પ્લાઝારાજસ્થાન (કંપની એનુવેઝન)
20મદનપુર ટોલ પ્લાઝાઆસામ (કંપની, આર.કે જૈન)
21બાલાચેરા ટોલ પ્લાઝાઆસામ
22ભોજપુરી ટોલ પ્લાઝાછત્તીસગઢ (એ.કે. સીસી. કંપની)
23મહરાજપુર ટોલ પ્લાઝાછત્તીસગઢ
24મુદિયાપારા ટોલ પ્લાઝાછત્તીસગઢ
25કુમ્હારી ટોલ પ્લાઝાદૂર્ગ, છત્તીસગઢ
26વન ટોલ પ્લાઝાજમ્મૂ
27દશરખેડ ટોલ પ્લાઝામહારાષ્ટ્ર
28ખાની વડે ટોલ પ્લાઝામહારાષ્ટ્ર
29મોખા ટોલ પ્લાઝાગુજરાત, (એ.કે. સીસી. કંપની)
30રોહિસા ટોલ પ્લાઝાગુજરાત, (એ.કે. સીસી. કંપની)
31ઓખા મંડી ટોલ પ્લાઝાગુજરાત
32કુવાડી ટોલ પ્લાઝાગુજરાત
33નવસારી ટોલ પ્લાઝાઝારખંડ
34તરૂપ ટોલ પ્લાઝાઝારખંડ (એ.કે. સીસી. કંપની)
35તંડ બલીધા ટોલ પ્લાઝા(એ.કે. સીસી. કંપની)
36ધુલાલ ટોલ પ્લાઝાપંજાબ
37ઝિધા ટોલ પ્લાઝાપંજાબ
38ગોબારી ટોલ પ્લાઝાપશ્ચિમ બંગાળ
39પશ્ચિમ મદાતી ટોલ પ્લાઝાપશ્ચિમ બંગાળ
40કદલી ગઢ ટોલ પ્લાઝાઓડીશા
41સનવારા ટોલ પ્લાઝાહિમાચલ પ્રદેશ
42જનગાંવ ટોલ પ્લાઝાતેલંગાણા

Back to top button
error: Content is protected !!