NEETની પરીક્ષા ફરી નહીં લેવાય, સુપ્રીમ કોર્ટનો આદેશ
NEETની પરીક્ષા ફરી નહીં લેવાય, સુપ્રીમ કોર્ટનો આદેશ, સુપ્રીમ કોર્ટેની બેચે કહ્યં કે આ પરીક્ષા ફરીવાર લેવામાં નહીં આવે કારણ કે એ વાતનો કોઇ પૂરાવો નથી કે આ પરીક્ષામાં પવિત્રતાનું ઉલ્લંઘન થયું હતું. ચીફ જસ્ટીસની બેચે ચૂકાદો સુરક્ષિત રાખતા કહ્યું કે આ મામલાઓમાં ન્યાયાલય સમક્ષ ઉઠાવવામાં આવેલો મુખ્ય મુદ્દો એ છે કે એ આધાર પર પુનઃ પરીક્ષણ આયોજિત કરવાનો નિર્દેશ આપવામાં આવે કે પશ્રપત્ર લીક થયું હતું, અને પરીક્ષાના સંચાલનમાં પ્રણાલિગત ખામીઓ હતી. નીટ યૂજી પરીક્ષા 571 શહેરોના 4750 કેન્દ્રો ઉપરાંત 14 વિદેશી શહેરોમાં આયોજિત કરવામાં આવી હતી.
વર્ષ 2024માં નીટની પરીક્ષામાં લગભગ 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા, તેમાં પણ ખાસ વાત તો એ છે કે, પરિણામમાં 67 વિદ્યાર્થીઓને ટોપર જાહેર કરવામાં આવ્યા. આ તમામ વિદ્યાર્થીઓએ 720માંથી 720 અંક મળ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 અંકો પણ મળ્યા છે. આવું પરિણામ આવ્યા બાદ NEET UG પરીક્ષાને લઈને વિવાદ ઉભો થયો છે. બિહારની રાજધાની પટનામાં NEET UGનું પેપર લીક થયું હોવાના આક્ષેપ લાગ્યા હતા. NTAએ પેપર લીકના કોઈપણ મામલાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. બિહાર પોલીસના ઇકોનોમિક ઓફેન્સ યુનિટે જણાવ્યું હતું કે, તેમણે આ કેસમાં ધરપકડ કરાયેલા સંગઠિત ગેંગના સભ્યો પાસેથી એડમિટ કાર્ડ, પોસ્ટ-ડેટેડ ચેક અને સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. જોકે, સઘન તપાસ ચાલી રહી છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનું કહેવું છે કે, અત્યાર સુધી એકત્રિત કરવામાં આવેલા પુરાવા પેપર લીકની પુષ્ટિ કરવા માટે પૂરતા નથી.