BANASKANTHAGUJARATPALANPUR

સઘનક્ષેત્રમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

13 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી બાલારામ સઘન ક્ષેત્ર સમિતિ ‘વિમળા જ્યોત’, ચિત્રાસણી ખાતે ૬૮મો સંસ્થા સ્થાપના દિવસ નિમિત્તે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમમાં કુલ 13 જેવી સાંસ્કૃતિક કૃતીઓનો સમાવેશ થયેલ હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન દાંતા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, અતિથિ વિશેષ તરીકે સંવેદના ટ્રસ્ટ ધોળી ભાખરીના નિયામક શ્રી શિલ્પાબેન વૈષ્ણવ, ચિત્રાસણી ગામના સરપંચ શ્રીમતી રાજીબેન, રોટરી ક્લબના સભ્યો, આજુ બાજુના વિસ્તારના ગ્રામજનો, વાલીગણ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. તમામ મહેમાનોનું સુતરની આંટી, પુસ્તક તેમજ ખાદી ના રૂમાલ દ્વારા સ્વાગત કરાયું. નિયામકશ્રી બારડ સાહેબ ટ્રસ્ટી ગણ, મહેમાનો અને ગ્રામજનોને શાબ્દિક સ્વાગત અને આવકાર આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી. શ્રીમતી શિલ્પાબેન સમાજને જાગૃત થવાની વાત કરીને વાલીગણ અને ગ્રામજનોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ તમામ વિભાગોમાં થયેલ શિક્ષણ કામગીરી અને કેટલા વિદ્યાર્થીઓ અત્યાર સુધી શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકેલ છે તેની ટુંકી માહિતી આપી. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈએ સંસ્થાની ભૌતિક સુવિધાઓની જાણકારી તેમજ સંસ્થામાં ચલિત કામગીરી અર્થે દાતાશ્રીઓ આભાર વ્યક્ત કર્યો. સંસ્થાના પ્રમુખશ્રી શ્રીમતી ચારુ બેન મહેતા અનિવાર્ય કારણસર હાજર ન રહેતા તેમને વિદ્યાર્થીઓને વિમળાબા ની મમતા અને સઘનની સ્થાપના વિશે સ્નેહ ભર્યો સંદેશો મોકલ્યો હતો. સંસ્થાના તમામ વિભાગોના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ તમામ કર્મચારી ગણ ના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પરિશ્રમ કર્યો જેનો પ્રમુખ શ્રી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!