AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં કોકેન બાદ 20 લાખની કિંમતનું ડ્રગ્સ પકડાયું, એક આરોપીની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં દરિયા કાંઠેથી થતી ડ્રગ્સની હેરાફેરી હવે બેફામ બની ગઈ છે. કચ્છના દરિયા કિનારા બાદ હવે વેરાવળમાંથી પણ નશીલા પદાર્થો મળી આવ્યાનો બનાવ સામે આવ્યો છે. આજે અમદાવાદમાં કોકેનની હેરાફરી પણ પકડાઈ છે. ત્યારે શહેરમાં ક્રાઈમ બ્રાંચે 20.36 લાખનું 203 ગ્રામ ડ્રગ્સ પકડી એક આરોપીની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ બાતમીને આધારે શહેરમાં ગેરકાયદેસર ડ્રગ્સની હેરાફેરી કરતાં આરોપી દેવેંગ પટેલની ધરપકડ કરી છે. તેની પાસેથી 20.36 લાખના 203 ગ્રામ ડ્રગ્સ અને મોબાઈલ સહિત 20.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તેની પુછપરછ કરવામાં આવી રહી છે. આ આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોની હેરાફેરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

અમદાવાદમાં ડ્ર્ગ્સ જેવા માદક પદાર્થોની હેરાફેરી સરેઆમ વધી રહી છે. ત્યારે શહેરમાં રેવ પાર્ટીનું આયોજન કરીને મુંબઈથી વિદેશી મહિલા સાથે ડ્રગ્સ મંગાવતાં બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે. મુંબઈથી કોકેન લઈને આવેલી વિદેશી મહિલાની પણ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી ચાર લાખની કિંમતનું કોકેન જપ્ત કર્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!